________________
મંગળરેખા
મંગળરેખાના મધ્યભાગમાં વર્તુળનું ચિન્હ હોય તો તે માણસ અસ્ત્રશસ્ત્રમાં નિપુણ પણ લડાઈખોર અને તર્ક કરનારો થાય છે. આવાઓના મરણ આકરિમક અને કરૂણ સ્થિતિમાં થાય છે. સૂર્યરેખા
સુર્યની ચોથી રેખાના મધ્ય ભાગમાં ચતુષ્કોણ અથવા તો તારાનું ચિહ જોવામાં આવે તો તે બહુ કષ્ટથી પૈસા પ્રાપ્ત કરનાર અને માતાપિતા ઉપર અંધ-શ્રદ્ધા રાખનાર થાય છે.
શુક્રસ્થાન
શુક્રનાભાગમાં જે ચતુષ્કોણનું અથવા તે ચન્દ્રના જેવું વલ હોય તો તે ધાર્મિક કાર્યોમાં કુશળ અને કવિત્વશક્તિ ધરાવનારે થાય છે.
બુધસ્થાન
બુધના ભાગમાં જો ત્રિકોણનું ચિન્હ હોય તો તે રાજકીય કુનેહબુદ્ધિવાળા અને ખંતીલો બને છે. જે ચોકડીનું ચિન્હ હોય તે તે ખરાબ નિશાની સૂચવે છે. ચન્દ્રસ્થાન
ચન્દ્રના સ્થાનમાં એટલે કે આંખની ભ્રકૃટિના ભાગમાં કોઈપણ જાતનું ચિન્હ હોવું જોઈએ નહિ. જે આ ભાગમાં કોઈપણું ચિહ, તલ અને ભ્રમર હોય તો તે કવિ બને છે. પરતુ એનું મૃત્યુ પાણીથી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com