________________
૨૯૫
અવાજ માનવીના હૃદયમાં છુપાયેલી ઊર્મિઓને પ્રકટ કરાવે છે.
અવાજનો જાદુ
અવાજથી માનવીને વશ પણ બનાવી શકાય છે. જાદુભર્યા નેત્રો જેટલી અસર સામી વ્યકિત પર ઉપજાવી શકે છે તેટલી જ અસર બકે તેના કરતાં પણ વધુ ચમત્કારિક અસર માનવીને અવાજ કરી શકે છે. મહાત્મા ગાંધીજી, પંડિત જવાહરલાલ, સ્ટેલીન, મુસાલીની, હીટલર, લઈડ જ્યોર્જ આદિના અવાજો શ્રોતાઓને વશ બનાવી તેમને મંત્રમુગ્ધ બનાવી દે છે. હીનોટીસ્ટો પિતાના અવાજથી જ વિધેયને વશ બનાવી તેના ઉપર ધારી અસર ઉપજાવી શકે છે.
રૂપને જાદુ પ્રકૃતિ આપે છે. કિન્તુ બોલીને જાદુ મનુષ્યના હાથમાં છે. બેલતી સમયે એવી રીતે બોલવું જોઈએ કે જેથી સામો માણસ મુગ્ધ બની આપણી સામે જ જોઈ રહે.
મીઠી બોલીમાં જીવતાં કરવાની તાકાત છે. માનવીને વશ કરવા માટે મીઠી વાણી જ જાદુ જેવી અસર કરી જાય છે. ક્રોધ, ઘમંડીપણું, તિરસ્કાર આદિ પ્રવૃત્તિ માનવીને પાયમાલ બનાવી તેને સદા નીચે જ રાખે છે.
આ દુનિયામાં હજારો-લાખો માનવીઓ એવા છે કે જેમને બોલવાની કલા માલમ નથી. તેમને એ વાતની ખબર જ નથી કે પોતાનામાં આકર્ષણ વધારવાને માટે કેવી રીતે અવાજ કાઢવો જોઈએ, કેવી રીતે વાણીને કેળવવી જોઈએ. આથી જ તેમની બોલી તીખી, ઝેરીલી, કઠોર, અને કર્કશ હોય છે. બોલીમાં જે મીઠાશ અને મધુરતા આવવી જોઇએ તે આવતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com