________________
મૂછ–-દાઢી
મૂછોને વિવિધ ભાવ
મૂછ–દાઢીના વાળ પણ માણસને પારખી કાઢવા માટે મહત્વનાં ગણવામાં આવ્યા છે. એક પ્રસિધ્ધ સામુદ્રિકવેતાના મત મુજબ કાળી મૂછ બહાદુરી અને હિમ્મતભર્યો સ્વભાવ બતાવે છે. તપખીરીયા રંગની મુછો સારો સ્વભાવ પરતુ ઉણ મગજ પ્રદર્શિત કરે છે. રાતી મૂછો લુચ્ચાઈ અને કપટી સ્વભાવ બતાવે છે. ગૌર રંગની મૂછે ઉમદા અને દિલાવર સ્વભાવ બતાવે છે. ધોળી મૂછ શકિતની ન્યૂનતા બતાવે છે. ટટાર સીધી મૂછે કોધ અને ઉગ્ર સ્વભાવનું સૂચન કરાવે છે. જાડી મૂછે અસભ્યતા, ખરબચડી મૂછો જાડી બુદ્ધિ અને દુષ્ટ સ્વભાવ તથા આછી મૂછો શિથિલતા સૂચક ભાવે પ્રકટાવે છે.
જેનાં દાઢી મૂછ પરના વાળ અતિ જાડા હોય તેવા પુરુષે અસ્થિર મનોવૃતિના અને પારકાની બુદ્ધિ પર ચાલનારા હોય છે. આવા પુરુષોને પોતાની મૂર્ખતાથી અનેક વખત નુકશાની ભોગવવી પડે છે. આવાઓ પર અતિ વિશ્વાસ રાખવો નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com