________________
૨૯૭
હવે સ્વર પરથી કયા લક્ષણે વર્તાય છે તે તપાસીયે.
નરમ અવાજ
નરમ અવાજવાળે માનવી કાર્યશક્તિમાં લુલે અને બુદ્ધિમાં મંદ હોય છે. એ શારીરિક અવસ્થાએ પણ દુઃખી બને છે અને જીંદગીથી કંટાળી જાય છે.
સખ્ત અવાજ
સખ્ત અવાજ માનવીની સપ્ત અને ઉગ્ર મનોદશાના પ્રતિકરૂપ છે. આવા અવાજવાળા કામમાં પણ ધાંધલિયે હેય છે. તેનું મગજ સદા તપેલું જ રહે છે.
ઊંચે બેઠેલો અવાજ માનવીની લાગણીવશતા પ્રદર્શિત કરે છે.
સંગીતમય અવાજ
સંગીતમય અવાજ સંગીત અને કલા પ્રત્યેની લાગણી અને કુશળ રાજદ્વારી બુદ્ધિનું પ્રદર્શન કરે છે. આ અવાજ ઘણીવાર ઘંટડીના રણકારૂપ પણ હોય છે. આવા સ્વરવાળાઓ સુધરેલી મદશા ધરાવતા હોય છે.
ઊંડો અવાજ
ઊડે અવાજ – કેટલાક માણસા બેલતી વખતે ઘણાં ઊંડાણમાંથી શબ્દો ઉચ્ચારે છે. તેમનું બોલવું આપણને ગળાની અંદરથી ઉચ્ચારાતું હોય એમ જણાય છે. આવા માનવીઓ સત્તાખીન, હિંમતવાન, બહાદુર અને જુસ્સાદાર હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com