________________
૨૯૮
કેમળ અને પ્રેમાળ સ્ત્રીને અવાજ
જે સ્ત્રીને સુર નીચે, સખ્તાઈ વગરને હોય તે સ્ત્રી લાગણીવશ અને માયાળુ સ્વભાવની નીવડે છે. આવા સ્વભાવવાળી સ્ત્રીઓ ભલે પ્રકટ સ્વરૂપે નરમ જણાતી ન હશે, પરંતુ તેમનું હૈયું અવશ્ય કોમળ અને પ્રેમાળ હોય છે જ.
ખાખરો અવાજ
સ્ત્રીને અવાજ જે ખોખરે હોય તો તે આકર્ષણ ઉત્પન્ન કરનારી થાય છે. તેનામાં સામી જાતિને આકર્ષવાની શક્તિ છૂપાયેલી હોય છે અને લોકોની નજરમાં તે સહેજે આવી જાય છે.
ઘંટડીના રણકાર જે અવાજ
કેટલીક સ્ત્રીઓનો અવાજ ઘંટડીના રણકાર જેવો મધુર હોય છે. આવી સ્ત્રીઓ મધુર બેલનારી, કહ્યાગરી અને કલાકુશળ હોય છે. આવી સ્ત્રી પત્ની તરીકે રહી પતિને સંપૂર્ણ સંતોષ આપે છે.
અવાજના સામુદ્રિક લક્ષણો
સામુદ્રિકશાસ્ત્રની દ્રષ્ટિએ અવલેતાં અલ્પ અવાજવાળો તેમજ કાગડાના જેવા સ્વરવાળો માણસ પાપી બને છે અને તે દુરાચરણ થાય છે. જેને અવાજ હાથી, બળદ, રથ, નેબત, મૃગ અને સિંહના જેવા સ્વરવાળા હોય તે રાજ જેવું સુખ ભેગવે છે. ગધેડાંના જેવા અવાજવાળ તથા ખાખરા સ્વરવાળે કઠેર સ્વભાવને અને ધન તથા સુખ વિહેણ બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com