________________
૨૯૬ નથી પરિણામે તેઓ પોતાની જાતને જ નહિ પણ બીજાઓને પણ પોતાના દુશ્મન બનાવી તેમની ઇતરાજી વહોરી લે છે. આવા અંદગીમાં ક્યારેય પણ સફળ થઈ શકતાં નથી. મધુરવાણીજ ઉચ્ચારો
તમે ગમે તેવા હે, શ્રીમત છે કે અમીર હો કે તવંગર. માટી પદવીવાળા છે કે નીચી પદવીવાળા પણ દરેકની સાથે મધુરવાણીથી જ બોલે. કોઈને પણ કડવાં શબ્દો કહે નહિ. તમારી વાણીમાં દિલચસ્પી, હાસ્ય-વિનોદ અને માધુર્યના ફુવારા ઉડાવો. લોકોની વાત ધ્યાનથી સાંભળે અને મીઠા શબ્દોમાં તેનાં ઉત્તર આપો.
અવાજના ફેટા
આગળ જણાવ્યું તેમ સ્વર એ દર્શક પ્રદાર્થ નથી પણ શ્રાવ્ય પદાર્થ છે. તે પણ આજના વિજ્ઞાને તેને દર્શક સ્વરૂપ પણ અપાવ્યું છે. પ્રોફેસર એ. એમ. લે નામના એક વૈજ્ઞાનિક અવાજના ફટાઓ લઈ શકવાની રીત શોધી કાઢી છે આ રીત દ્વારા ગમે તેને અવાજ ફેટાઓમાં બતાવી શકાય છે.
છે. લોએ પોતાના યંત્રની મદદથી પ્રસિધ્ધ માણસના અવાજની નોંધ કરી છે. નવાઇની વાત તો એ છે કે આ ફોટાઓ લેતી વખતે માણસની હાજરીની જરૂર પડતી નથી. ગમે તેટલો દૂર માનવી વસંતે હોય તે પણ તેના અવાજને ફેટે લઈ શકાય છે. આવી રીતે રેડીઓ પર બોલનાર માણસના અવાજનો ફોટો પણ તે ઘેર બેઠા લઈ શકે છે. અને આ મુજબ તેણે ચેમ્બરલેઈન, હીટલર, મુસેલીની આદિ અનેકાના અવાજનાં ફોટાઓ લીધા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com