________________
૨૯૧
ચામડી જરા ઢીલી થયેલી છે તે મનુષ્ય પરાધિન દશાવાળો સમજવો.
ટંકી ગરદન
જેની ગરદન ટૂંકી હોય છે તે માણસ ખંધી, ધીરજ ધરનાર અને સ્થિર બુદ્ધિવાળા બને છે. લાંબી ગરદન.
લાંબી ગરદન શોભા, શક્તિ, બળ આદિ ભાવ પ્રકટાવે છે. ગરદન લાંબી અને પાતળી હોય તે તે શરીરની નિર્બળતા, માંસ પેશીઓની શિથિલતા, પ્રજનન શકિતની ન્યૂનતા બતાવે છે.
કેવી ગરદન સારી ગણાય ?
ગરદન બહુ ઊંચી નહિ, પાતળી નહિ, બહુ જાડી નહિ, એવી સપ્રમાણ માંસ, અસ્થિ, રક્ત તથા સ્નાયુ આદિની સંધિ દ્વારા બરાબર પુષ્ટ તથા કસાયેલી હોય તેવી ગરદન પ્રશંસા કરવા ચગ્ય તથા સૌન્દર્યશાળી ગણાય છે. આવી ગરદન ધરાવનારાઓ સુંદર, વ્યવસ્થિત કાર્યવાળા અને સાત પણ મક્કમ સ્વભાવ ધરાવનારા હોય છે.
સ્ત્રીનું ગળું કેવું હોવું જોઈએ ?
સ્ત્રીનું ગળું ગોળ, ભરાવદાર, ચાર આંગળની લંબાઈવાળું હોય તો તે ઈચ્છવાયોગ્ય છે.
સામુદ્રિકશાસ્ત્ર મુજબ ગળું જેમ મોટું અને પહોળું હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com