________________
૨૯૨
તેમ સારું. પહેલું અને મોટું ગળું શરીરનું બળ તથા જુસ્સાને વધારે છે.
જેની ડોક જાડી હોય, ડેક પરની ચામડીને રંગ ચોકલેટ વર્ણન હેય તથા ડોક સહેજ બેઠા ઘાટની હેય તેવા માણસનું આયુષ્ય પૂર્ણ સમજવું. માથું નીચું નમાવતી વખતે આગલા ભાગમાં (દાઢીની નીચે) ત્રણ–ચાર કરચલીઓ પડતી હોય તો તે પુરુષ બુદ્ધિવાન હોવા છતાં પણ વારંવાર કાનમાં સપડાય જાય છે.
જેનું ગળું વારંવાર નાનુ મોટું થતું હોય, સમયે સમયે પારેવાના ગળાની જેમ પહોળું થતું હોય, તેવા પુનું મરણ આંચકાથી થાય છે. કિન્તુ આવી વ્યકિતઓમાં વિશ્વાસઘાતનું તત્વ હેતું નથી.
જે સ્ત્રીનાં ગળામાં વાળનું ચક્ર હોય તે સ્ત્રી કુમાર્ગે ચાલનારી અને પતિના દ્રોહ કરનારી બને છે. ગળામાં ત્રણ રેખા કે વળ હોય તો તેને ઉતમ જાણવી. આ રેખાઓ જો તૂટેલી હોય તો તે અશુભ સમજવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com