________________
કાનના લક્ષણે ઉકેલવામાં ન આવે તો ચહેરા ઉપરથી પારખવામાં આવેલું ભવિષ્ય અપૂર્ણ ગણાય છે. કારણ કાન માણસ જાતની કેટલીક ટેવને સારી રીતે પ્રગટ કરી દે છે. એટલે જ ચહેરાને પિછાનવામાં તેની અગત્યને સ્વીકાર કરવામાં આવ્યું છે.
કાન ઉર્મિસૂચક પણ છે
કાનને શરીરનો અગત્યનો ભાગ કહ્યો છે. કોઈ અરબી અશ્વની અગર તે કઈ કાઠિયાવાડી ઘડીની કાનસુરી પર કદી નજર ફેંકી છે ખરી? વીજળીથી કમ્પતી હોય તેવા એ અશ્વના કાનની અણીઓ કંપે છે. અને જયારે અશ્વની કાનસુરી એમ સતેજ બને ત્યારે અશ્વારાહી પુરુષ શબ્દો ન જણાવી શકે તેટલી વાત કહી દે છે. શ્વાનો પણ પિતાની લાગણીઓ પોતાના કાનનાં હલનચલન દ્વારા વ્યક્ત કરે છે. કેટલાક માણસે પોતાના કાન વાન કે અવની માફક હલાવી શકે છે અને વૈજ્ઞાનિકે કહે છે કે જે માણસ આવી રીતે પિતાના કાન હલાવી શકે છે તેઓ પ્રાણીઓના જેવી તીવ્ર ઘ્રાણેન્દ્રિય તથા દ્રષ્ટિ ધરાવે છે.
જુના વખતમાં એવો વહેમ પ્રચલિત હતો કે જ્યારે બીજા માણસો આપણી ગેરહાજરીમાં આપણા વિશે વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com