________________
૨૮૭ ગરદનના ભાગ સાથે જડાઈ ગયેલી હોય તે માણસથી સાવચેત રહેવું જરૂરી છે. પરંતુ આમ કરતાં પહેલાં તેનાં બીજાં લક્ષણે પણ ઉકેલી લેવા જરૂરનાં છે. કાનપરથી જુદા જુદા લક્ષણે
ઇર્ષ્યાળુ વ્યક્તિઓના કાન લાંબા, સાંકડા ને અણીદાર હોય છે. હાસ્યરસિક માણસને કાન નાનું હોય છે ને તેની બુટ્ટી નાજુક તથા અણીદાર હોય છે. સંશોધન કરનારા તથા ખૂબ જ ખંતીલા ને ઉદ્યમી માણસને કાન ખૂબ જ પળે ને વિશાળ હોય છે. મહાન ઉપદેશકે, તત્વવેત્તાઓ વગેરેના કાનની બુદ્ધિઓ અતિ ખીલેલી હોય છે. કાનની બુટ્ટીને એ માંસાળ લો દુન્યવી કરતાં આત્માનાં પ્રદેશને વધુ નિર્દેશ કરે છે. તબીબે–જાદુગરે અને શિકારીઓ એ ત્રણેના કાનને આકાર એક જ જાતને હોય છે એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. તેમના કાનની બહારની ધાર જરા વાંકી હોય છે. વચલો ભાગ મોટો અને બુટ્ટી ગોળ તથા ભરાઉદાર હોય છે. આવી જાતને આકાર કારીગરમાં પણ દેખાય છે.
ગુન્હેગારના કાન
ગુન્હેગારના કાનેની નોંધ અનેક જેલમાં રાખવામાં આવે છે. અમેરિકામાં તે અંગુઠાની છાપની જેમ કાનના ફોટાઓ પણ લેવામાં આવે છે અને તે દ્વારા કેદીઓને પિછાની કાઢવામાં આવે છે. ગુન્હેગાર માનવીઓના ફેટાઓ જોઈ મુખલક્ષણ વિશારદેએ સાબીત કર્યું છે કે તેમના કાનની રચના તથા તેનો આકાર સાદા અને ભેળાં માનવીએ કરતાં કંઈક જુદો જ માલમ પડી આવે છે. નજીવા ગુન્હાના કાન ઢળતા હોય છે. હિમ્મતવાન અને નિષ્ણાત ઘરફાડુઓનાં કાન ગોળાકાર હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com