________________
૨૮૧
મીઠું ખેલનારા, વિવેકીવાણી ઉચ્ચારનારા, લેાકાને પ્રિય લાગે છે અને સદા સુખી બને છે. આવા માનવીએ ધનથી વંચિત રહેતાં નથી અને તેએ સુખી જીવન ગુજારે છે.
કેવી જીભ સારી ગણાય ?
કામળ, સરળ, લાલવણુ વાળી, સાફ જીભ ઉ-તમ ગણવામાં આવી છે. જાડી, મધ્યમાં ફાટેલી, વિકૃત જીભ સુખનેા નાશ કરનારી મનાઇ છે.
જીભના સામુદ્રિક લક્ષણા
સામુદ્રિકશાસ્ત્રની નજરે જોતાં જેની જીભ લાલ ને લાંખી હાય છે તે શ્રેષ્ઠ ગણાયા છે. આવી જીભવાળા વૈભવશાળી અને બધા પ્રકારનાં સુખા ભાગવે છે. કાળી ને કડોળ જીભવાળા દ્રવ્યહીન બને છે અને તે પાપી થાય છે. જેની જીભ ધેાળી હોય છે તે આચારહીન બને છે. કમળ જેવી, સૂક્ષ્મ ને લાંખી જીભને શુભ ફળ આપનારી કહેવામાં આવી છે. જેની જીભ અતિ લાંખી હાય છે તે રાજા થાય છે. જીભ જો આગળના ભાગમાં નમેલી હાય અને લાલ તથા સૂક્ષ્મ હાય તેા તે સંપૂર્ણ વિદ્યાઆના જ્ઞાતા બને છે. જેની જીભ ખેલતાં અચકાતી હેાય તે સ લેાકથી માન પામે છે. જેની જીભ મુખની બહાર નીકળતી ન હેાય તે પાપી અને નરકાગામી બને છે. જેની જીભ તાળવાને સ્પર્શી કરી શકતી ન હેાય તે દુ:ખી થાય છે. જેની જીભ સ્વાદને જાણી શકતી ન હોય તેનું તત્કાળ મરણ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com