________________
જીભ
જીભનું વશીકરણ
એક સૌન્દર્યપ્રેમીએ પોતાના મિત્રને પૂછ્યું:–“એની આંખે બહુ જ સુન્દર છે. તારા ઉપર એનો કેવો પ્રભાવ પડે ?”
મિત્રે કહ્યું – બેથી વધુ એનું મુખ ચાલતું હતું. એટલે મારા પર એના શબ્દોની વિશેષ અસર પડી છે.”
અને સાચે જ જીભમાં આકર્ષક શક્તિ રહેલી છે. જીભ વાણુને જન્માવે છે. વાણી માનવીને વશ બનાવે છે. તમારા ચહેરામાં ગમે એટલું સૌન્દર્ય અને જાદુ કેમ ન ભર્યું હોય તો પણ બોલીમાં જે જાદુ છે તેને રૂપનું જાદુ મહાત કરી શકતું નથી. કેયલનું રૂ૫ શ્યામ છે. એનામાં સૌન્દર્ય નથી. તેપણ દરેક માનવી તેની બેલીને–તેના ટહુકાને આશિક છે. ગધેડાના ભંકવાને કે તરાના ભસવાને કાઈ પસંદ કરતું નથી. પરંતુ મેના-પોપટને બધા જ ચહાય છે. કેમ અને શા માટે ? એની બેલીમાં આકર્ષણ છે.
દુનિયાને દરેક માનવી મીઠી કડવી જીભનો સ્વાદ જાણે છે. જીભ બધું જ કરી શકે છે. એ માનવીના વ્યક્તિત્વની સૌથી મોટામાં મોટી સંચાલન શક્તિ છે.
જીભમાં બધું જ છુપાયેલું છે. એમાં લક્ષ્મી છે, ઉન્નતિ છે, આકર્ષણ છે અને બંધન કે તિરસ્કાર પણ છે. સાચું જ કહ્યું છે કે –
लक्ष्मीर्वसति, जिह्वाग्रे जिह्वाग्रे मित्र बान्धवाः जिह्वाग्रे बन्धनं प्राप्तं जिह्वाग्रे मरण ध्रुवम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com