________________
દાંતના વિવિધ પ્રકાર અને તેનાં લક્ષણો
માણસનાં દાંત પણ તેના સ્વભાવ-ગુણાનું લક્ષણ બતાવે છે. સામુદ્રિકશાસ્ત્ર આ માટે અનેક ફળ કહે છે. ચીકાશવાળા, ઘટ્ટ, મજબુત, તીણ દાઢવાળા ને સરખા દાંત હોય તે તે શુભ. ચિન્હ સમજવું. એવા દાંતવાળો માનવી સુખી અને ભાગ્યશાળી મનાય છે. જેના દાંત કંદ પુષ્પની દાંડી જેમ ઉજજવળ હોય તે રાજા બને છે યા તે રાજાના જેવું સુખ પ્રાપ્ત કરે છે. રીંછ અને વાંદરાના જેવા દાંતવાળો ભૂખમરાથી પીડાયેલો રહે છે. હાથી ને ગધેડાના જેવા દાંતવાળા ગુણીજન થાય છે. વિક્રાળ અને લાંબા દાંત ધરાવનાર માનવી દુઃખી બને છે. બત્રીસ દાંતવાળો રાજા, એકત્રીસ દાંતવાળે ભોગી, ત્રીસ દાંતવાળ સુખ અને દુ:ખ બને ભોગવે છે. ઓગણત્રીસ દાંતવાળો માણસ દુઃખથી જીવે છે અને અઠ્ઠાવીસ દાંતવાળો હેરાન પરેશાન થઈ જાય છે. દાંત પર દાંત હોય તે તે ભાઈને વિનાશ કરે છે. બાળકને જન્મતાંની સાથે જ દાંત નીકળે તો તે અશુભ છે.
જેના દાંત મુખની બહાર આવતા હોય, તેવા પુરુષોની જીદગી એકંદરે સુખમાં જાય છે. ઉપલા દાંતો બન્ને હોઠેની બહાર આવતા હોય, તેવા માણસો બુદ્ધિશાળી હોય છે. આવા દાંતવાળાઓને લક્ષ્મી અને કીતિ સરખા પ્રમાણમાં જ પ્રાપ્ત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com