________________
૨૭૩
વખતે આવાઓ વાતોડીયા અને તડાકીદાસ પણ માલમ પડયા છે.
પહોળી જોખંડી હડપચી
પહોળી ચોખંડી હડપચી ખંત, મક્કમતા, અને મજબુત કાર્યશક્તિનું પ્રદર્શન કરાવે છે. ક્યારેક એ ફર અને ઘાતકી વલણ પણ બતાવે છે. ઉપસેલી હડપચી
ઉપસેલી હડપચી એ સંકલ્પશક્તિ અને હઠાગ્રહી સ્વભાવના સૂચકરૂપ છે. આવી હડપચી ધરાવનાર સખ્ત મનનો અને કંઈક પ્રેમાળ બુધને હોય છે. એ પોતાના મિત્રોની મંડળીમાં જ રહે છે અને આનંદ કરે છે. બીજા લોકોની સાથે, બહારની દુનિયા સાથે એ સંબંધ રાખતાં નથી તેમજ તેની દરકાર પણ કરતા નથી.
એ ઉત્સાહી અને આદર્શવાદી નીવડે છે. જે એવી હડપચી ધરાવનાર કલાકાર કે ચિત્રકાર હશે તે તે ઉચ્ચ દરજજાનું ચિત્રકામ તેમજ કલાકામ પસંદ કરશે. ચિત્રકલાને–કલાને ખિલવવા તે તન, મન અને ધનને ભોગ આપશે. આવાઓને ડાહ્યા માનવીઓની ધન–સંચયની શિખામણ જરાપણ અસર પહોંચાડી શકશે નહિ. તેઓ ભૂખે મરવાનું પસંદ કરશે પણ પોતાના ધંધાને છોડવાની સાફ ના પાડશે.
કેટલાક નટ–નટીઓ આવા પ્રકારની હડપચી ધરાવે છે, એ તેમનો કલા-પ્રેમ સૂચવે છે.
ભ. ૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com