________________
જેઓનું કપાળ ઘણું જ નીચું હોય છે, તેમાં સ્નેહ, મમતા, ચરિત્રની ઉદારતા ઓછા પ્રમાણમાં હોય છે. જેમનું કપાળ ઊંચું હોય છે તેઓ પરોપકાર પરાયણ અને બીજાને માટે ત્યાગ કરનારા હોય છે. ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર આવું જ કપાળ ધરાવતા હતા.
જેમ કપાળ નાનું તેમ વિચારશકિત ઓછી હોય છે.
સ્ત્રીના કપાળનાં લક્ષણો
નસ વગરનું, અર્ધચન્દ્રમાનાં જેવું ઊંચું, પ્રમાણમાં ત્રણ આંગળવાળું, કપાળ સ્ત્રીને માટે સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. આવું કપાળ ધરાવનારી સ્ત્રી સૌભાગ્યવતી અને સુખ પામનારી થાય છે. જેનાં કપાળમાં સ્પષ્ટ સ્વસ્તિક રેખા હેય તે રાજ્યસમૃદ્ધિને પામનારી નીવડે છે. સ્ત્રીઓનું કપાળ ખાસ કરીને લીસું, સપાટ અને ભીનાશ પડતું હોય તો તે સૌન્દર્યમાં વૃદ્ધિ કરે છે અને તેને શોભાવે છે.
કપાળમાં સામુદ્રિક ચિન્હો
સામુદ્રિકશાસ્ત્રનાં નિયમ મુજબ જેના કપાળમાં છિન્ન ભિન્ન રેખાઓ હોય તે પાપી અને નીચ વૃત્તિને થાય છે. ટૂંકી રેખાવાળા અલ્પાયુષી અને રેગી બને છે.
જે પુરુષના કપાળમાં કમળ જેવું ચિન્હ હોય તે પુરુષ પુરુત્તમ તરીકેની ખ્યાતિ મેળવે છે. કપાળમાં સ્વસ્તિક જેવું ચિનહ હોય તો તે પુરુષ સંસાર ત્યાગી સાધુ બનીને એકાતવાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com