________________
२६२
આડું જતું હોય તે તે સ્વભાવે આનંદી અને મોજ હોય છે. નટ–નટીઓનાં મુખ ઘણીવાર આવા પ્રકારનાં જોવામાં આવે છે. કયારેક મોટા વકતાઓનાં, ધર્મગુરૂઓનાં પણ આવા મુખ હેય છે.
નાના મોઢાવાળાને સ્વભાવ
નાના મઢાવાળે માનવી સ્વભાવે છીછરા અને ઓછો મહત્વાકાંક્ષી હોય છે. તેનામાં મૌલિક બુદ્ધિનો અભાવ હોય છે. એ પારકાની બુધ્ધિ પર જીવે છે. નાક અને ઉપલા હોઠની વચ્ચેને ભાગ લાંબો હોય તે તે વિદુષક જેવા સ્વભાવવાળા અને સારી ભાષણશક્તિવાળો બને છે. આ નિશાની એક સારા કોમીક નટ થવાની આગાહિ પણ આપે છે.
ઉપસેલું મોટું
મુખ ઉપસેલું હોય તે તે આત્મવિશ્વાસનો અભાવ બતાવે છે.
આકાર વગરનું મોટું
આકાર વગરનું મોટું હોય તો તે જડ સ્વભાવ બતાવે છે. આવું મુખ ધરાવનારે વિચાર અને વર્તનમાં અસંગતપણે વર્તે છે. કોઈપણ કામમાં એ ધાર્યું ચિત્ત લગાવી શકતા નથી.
મોઢાપરની ચામડી પાતળી હોય તેવા પુરુષો પોતાનાં કાર્ય પ્રદેશમાં ઉજજવળ કીતિ મેળવે છે. પણ તેમનું આયુષ્ય દીધું હેતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com