________________
२६४
ભરાવદાર, કમાન સમાન વળેલા અને યોગ્ય લંબાઈવાળા તથા સુંદર ખુણાવાળા, કામદેવના બાણ સમાન હેઠો સ્ત્રી વર્ગની શોભા વધારે તેવા હોય છે.
હોઠમાં મુખ્ય ગુણ એ છે કે તે માનવીની કામ વિષયક વૃતિને પણ ખુલ્લી પાડી દે છે. હોઠ લાંબા હોય તો તે પ્રજનન શકિતની વિપુલતા બતાવે છે. હોઠ થુલ હોય તો કામવાસનાની પ્રબળતા દર્શાવે છે. હોઠના બન્ને બાજુના ખુણા પ્રેમ, હાસ્ય, માધુર્ય, આદરસત્કાર, હર્ષશોક વગેરે ચિન્હો બતાવે છે. નીચેના હોઠને મધ્ય ભાગ જાડો હોય તો તે ચુંબન કરવાની તાલાવેલી તથા તેના પ્રતિની ઉત્કંઠા બતાવે છે.
અતિ જાડા, અતિ લાંબા અને બહુજ આગળ પડતા હોઠ કામવાસનાની વધુ પ્રબળતા બતાવે છે. આવા હોઠ અશુભ ગણવામાં આવ્યા છે.
જાડા હોઠ
જાડા હેઠવાળા માનવીએ સારું ખાવાના, સારા વસ્ત્ર પહેરવાના અને જીવને રાજીખુશીમાં રાખવાના શોખીન હોય છે. તેઓ પોતાની કાળજી સારી રીતે રાખી શકે છે. આ લોકેનું મગજ જડ અને વખત આવે સ્વભાવ વિકારી બની જાય છે. નીચે હોડ જો વધુ લટકતો રહે તો તે ખરાબ નિશાની છે. એને જંગલી સ્વભાવનું ચિન્હ પણ ગણવામાં આવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com