________________
આંખ દ્વારા જન્મ સમય જાણે
તમારે જન્મ સમય આંખપરથી પાર
માણસની આંખમાં તેના જન્મને સમય જેવાને. ભેદ પણ છૂપાયો છે. આ ભેદ આંખનાં રંગ, વર્ણ અને તેના આકાર ઉપરથી જણાઈ આવે છે. જેઓ એના જ્ઞાતા હોય છે તે જ એ ભેદ પારખી શકે છે.
રાત્રિના બાર વાગે જેનો જન્મ થયે હોય તેની બને આંખો કાળાશ પડતી હોય છે. આવી આંખ ધરાવનારે ઉત્સાહી અને વિદ્યાવાન પણ બને છે.
રાત્રિના એક વાગે જન્મ થયો હોય તો આંખ સાધારણ કાળી હોય છે. આવી વ્યકિત પિતાથી કદાચ છૂટી પણ પડે.
રાત્રિના બેથી ત્રણ સુધીમાં જેનો જન્મ થયો હોય તેની આંખની કીકી કાળા રંગની હોય છે. આ નિશાની મોસાળને માટે અશુભ ગણાઈ છે.
મળસ્કે ચાર પાંચ–વાગે જે જન્મ થયો હોય તો આંખની કીકી સમીપ ચોતરફ સફેદ તેજ છવાયેલું હોય છે. આ તેજ શુભ નિશાની સૂચવે છે અને તે વ્યક્તિ ભાગ્યશાળી બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com