________________
२४६
આકૃતિ નં. ૩ માં જોતાં જણાશે કે ભવાં ઘણું વળાંકવાળા છે. આવા ભવાંવાળે માનવી છીછરા સ્વભાવનો અને સંકુચિત મનોવૃતિવાળો બને છે. બીજાઓ માટે કામ કરતાં તે અચકાય છે. તે સ્વાથી પણ હોય છે.
આકૃતિ નં. ૪ માંના ભવાં અંદરની બાજુનાં કરતાં બહારની બાજુથી ઊંચા જણાય છે. આવા ભવાંવાળા માનવીને સ્વભાવ એકદમ ઓળખાય તેવો હોતો નથી. એ ઉડાઉ, આનંદી. અને મનમેળ સ્વભાવનો જણાય છે તે પણ તે અવિશ્વાસ અને સ્વાથી મનોવૃતિવાળો પણ માલમ પડે છે.
આકૃતિ નં. ૫ માંના ભવાં નાકની સાથે મળી જતાં જણાય છે. આવા ભવાંવાળાને મહત્વનું કામ સોંપતા પહેલાં વિચાર કરવો જોઈએ. એ કામમાં લાસરીયે અને અવિશ્વાસુ હોય છે.
આકૃતિ નં. ૧ થી તે ૫ સુધીનાં ભવાં સારા અને મધ્યમ પ્રમાણમાં ઘાડાં છે. જ્યારે નં. ૬ અને નં. ૭ નાં ભવાં વધુ ખરબચડાં, ઘાડાં અને જરા જાડા છે. જેના ભવાં વધુ ઘાડાં નહિ તેમજ વધુ પાતળાં હોતાં નથી તે સૌથી સારા ભવાંવાળા ગણાય છે. ઘાડા ભવાંવાળો માનવી હમજુ અને જેમાં વિચારીને પગલાં ભરનારે હોય છે.
ભારે, જાડાં, વધુ વાળવાળાં ભવાં ચીઢીયો અને સખત સ્વભાવ પ્રદર્શિત કરે છે.
આકૃતિ નં. ૭ માંના ભવાં કે જે જરા ઊંચા વાળવાળા છે તે આનંદી અને શોખીન મનોવૃત્તિ રજુ કરે છે. આવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com