________________
નાક
નાક એ માણસની શોભા છે. નાક ન હોય તે માનવીનાં સૌન્દર્યમાં ઉણપ આવે છે અને તે બેડેન બની જાય છે. આખા મુખનું જ નહિ પણ સારાય શરીરનું એ આભૂષણ છે. બીજ અંગ વગર કદાચ ચાલી શકે પણ નાક વગર તે ન જ રહી શકાય. કેટલાકાએ એને મુખ ઉપરનાં શિખરની ઉપમા આપી છે અને તે વ્યાજબી જ છે.
કેવું નાક સારું અને કેવું ખરાબ ગણાય?
નાક ચપટું, બેડેલું, બહુ પહોળું, મોટા નસ્કોરાવાળું, મધ્યમાંથી બહુ જ ઊંચું ને બેડેલું, ચીબા આકારવાળું નાક સારૂં ન કહી શકાય. આવા નાકને સૌન્દર્યની ઉણપ કહેવામાં આવી છે. પણ જેમનું નાક મધ્યમસરનું, મુખના ચહેરાની સાથે સામ્યતા દર્શાવતું હોય, ઓષ્ઠની સાથે બરાબર જેને મેળ ખાતો હોય, ઘાટદાર અને જે વ્યવસ્થિત હોય તેવું નાક ઉતમ ગણવામાં આવ્યું છે.
ગુન્હેગારોના નાક કેવા હોય છે?
પ્રેફેસર કાસાર લાંબ્રો નામના વિદ્વાને અનેક નાકોનું અવલોકન કરી નકકી કર્યું છે કે સંકોચાયેલા નાકવાળા એકસો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com