________________
૨૪૧ આંખના સામુદ્રિક લક્ષણો
આંખ વિશે સામુદ્રિકશાસ્ત્રની દ્રષ્ટિએ વિચાર કરીએ તો તે નીચેનું ફળ બતાવે છે.
કમળના જેવી જેની આંખ હોય તે ધનવાળો બને. જેની આંખના ખુણ રાતા હોય તે માણસ રૂપવાન અને આકર્ષક બને છે. મદભર્યા નેનવાળો ધનિક અને બિલાડીને જેવી આંખવાળે પાપી બને છે. હરિણ–નેત્રવાળે બીકણ અને ચેર મનાય છે. ચકડોળનાં જેવી ધૂમતી આંખેવાળે માનવી કપટી અને ક્રર બને છે. જેની આંખ હાથીના જેવી હોય છે તે રાજા બને છે. ગંભીર અને ઊંડા નેત્રોવાળે ઐશ્વર્યવાન થાય છે. શ્યામકમળનાં જેવી આંખેવાળે વિદ્વાન અને ગુણી બને છે. જેની આંખ ઘણી કાળી હોય છે તે અંધ બને છે. અથવા તો કોઈ પ્રાણીને હાથે તેની આંખો ફુટી જાય છે. બાંડી આંખવાળે માનવી કર સ્વભાવને બને છે. મોટી આંખ ધરાવનારે મંત્રી કે મહાપુરુષ બને છે. સમુદ્રઋષિ કહે છે કે ગાયના દુધના જેવી જેની આખે હોય તે તેમજ જેની આંખે કાળા તારાવાળી હાથ તે માણસ ભાગ્યશાળી બને છે. આવી અને અતિ ઉત્તમ ગણવામાં આવી છે.
આંખની કીકીઓને રંગ
આંખની કીકી મોટી હોય તે તે પ્રધાન બને, જાંબુના રંગ જેવી હોય તો સૌભાગ્યવાન, ગળીના રંગ જેવી હોય તો નિર્ધન અને મોટી દ્રષ્ટિવાળી હોય તે તે દ્રવ્યવાન અને સુખી થાય છે.
ભ, ૧૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com