________________
૨૪૪
સવારે છ અને સાતની વચમાં જેને જન્મ થયો હોય તેની આંખની કીકી નીલા રંગની અને શ્વેત રંગવાળી હોય છે. આ નિશાની ભવિષ્ય માટે સુખ આપે એવી હોય છે.
દશ અને અગિયારની વચમાં જન્મ હોય તે આંખ પીળા રંગની અને એમાં તલનાં ચિહ નજરે પડે છે. આ ચિહ સંપત્તિ અને સુખનું સૂચન કરાવે છે. કેટલીક વખતે એ વ્યભિચાર સૂચક પણ ગણાય છે.
બપોરના બાર વાગે જન્મ થયેલ હોય તો કમળના જેવાં નેત્ર અને કંઈક તિલણ નજરની આંખ દેખાય છે. આવા ચિન્ટવાળા માનવી સ્વભાવે દેવાંશી અને પરગજુ હોય છે.
બપોરના એક અને બે વાગ્યાની અંદર જન્મ હોય તો આંખે અધી લીલાશ પડતી જણાય છે. આ ચિહ કેટલેક અંશે માતાને માટે અશુભ ગણાયું છે.
સાંજના પાંચ કે છ વાગે જન્મ થયો હોય તે આંખની કીકી લીલા અને કાળા રંગની હોય છે. આ રંગ પિતાને માટે અશુભ ફળ આપે છે.
સાંજના સાત અને આઠની અંદર જન્મ હોય તો આંખ માંજરા રંગની હોય છે. આવી આંખ ધરાવનારે દરેક વિધિમાં નિપૂણ બને છે. માંજરી આંખવાળા માણસે શઠ પ્રકૃતિવાળા થાય છે.
રાત્રિના નવ અને દેશની અંદર જન્મ હોય તે આંખ બિલાડીનાં નેત્રે જેવી પણ વચમાં લાલ ડાઘાવાળી હોય છે. આ ચિન્હ શુભ મનાયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com