________________
ભવાં-ભ્રમર
✩
આંખની જેમ ભવાં પણ અનેક પ્રકારના આવે છે. કાઇના ભવાં મેટાં તા કાઇના નાના, તેા કૈાઇના સૂક્ષ્મ અને કાઇના સ્થૂલ હાય છે. સીધાં, ખરબચડા, વાંકાચુંકા, સુવાળા આદિ વિધવિધ પ્રકારનાં ભવાં માલમ પડે છે.
કેવા ભવાં સારા અને નરસાં ગણાય ?
ભવાં કમાન સમાન વાંકા વળેલા, પાતળા, એક સરખા કામળ વાળવાળા અને નાકના મૂળથી છેક આંખના ખુણાની બહારની બાજી સુધી વિસ્તૃત થઇ, પ્રસરેલા હાય તે ખરેખર સુન્દર અને વખાણવા ચેાગ્ય છે. જ્યારે લંબાઈમાં ફ્કા, જાડા વાળવાળા, બહુજ જાડા, અન્તના ભાગમાં અણીદાર, વળાવ વગરના અને જેને આગળના ભાગ નાકના મૂળ પાસે છેક, ઊંધા વળી પડતા હાય અને બહારના ખુણા ઉપર તરફ ચઢી જતા હાય તેવા ભવાં સાર ભાવ બતાવતા નથી એ નક્કી જ છે.
સાધારણ રીતે માન્યતા છે કે વાંકા ભવાંમાં સ્રીના ભાવ અને સીધાં ભવાંમાં પુરુષના ભાવ દ્રષ્ટિગાચર થાય છે. સીધાં ભવાં કરતાં વાંકા ભવાં જોવામાં સુંદર જણાય છે. સીએના ભવાં મુખ્યત્વે વાંકાં જ હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com