________________
આંખ
આત્માની આરસી
આંખ એ માણસને પિછાનવાની મજબુતમાં મજબુત નિશાની છે. ડાહ્યા પુરૂષોએ એને આત્માની આરસી કહી છે. ઘણાં એને આત્માની બારી પણ કહે છે. મનુષ્ય પછી તે સ્ત્રી કે પુરુષ ગમે તે હોય તે પણ તેના સ્વભાવનું, તેના ચારિત્ર્યનું અને તેની શકિતઓનું માપ તેની આંખ પરથી પારખી શકાય છે હૃદયના ભાવ, મનની ઈચ્છાઓને પ્રથમ અભિનય નેત્રમાં જણાય છે, તે બાદ મુખ પર. હૃદયમાં જે ભાવનાઓ ઉત્પન્ન થાય છે, તેને તેજસ્વી પ્રકાશ આંખે દ્વારા જ પ્રદર્શિત થાય છે. અંગ્રેજીમાં કહેવત છે-Eyes are the index of mind આ હૃદયની અનુક્રમણિકા છે. સારા-નરસાં ગમે તેવા વિચારે માનવીની આંખમાં વાંચી શકાય છે.
આંખમાં અંદગીને ભેદ જુઓ!
આંખો આત્માની રેશની છે. એ સંસાર અને ઈશ્વરનાં ચમત્કાર જેવાને માટે આ ધરતી પર આવી છે. આથી જ માનવીએ આંખો ઉઘાડીને ચાલવાની–ફરવાની જરૂર છે. આખો ઉઘાડીને વહેં–તમારી અંદગીને ભેદ આરસીની જેમ તમારી સામે પ્રકટ થઈ જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com