________________
૨૧૬
મુખલક્ષણશાસ્ત્રની અગત્ય
- જ્યોતિષશાસ્ત્ર અને હસ્તરેખાશાસ્ત્ર કરતાં પણ મુખલક્ષણશાસ્ત્ર વધુ સચોટ અને સાચું પુરવાર થયું છે. આ શાસ્ત્રની અવગણના કરવી એ પાલવે એમ નથી. એની અગત્ય દિને દિને વધતી જાય છે. વ્યાપાર-ધંધામાં, નોકરી–ચાકરીમાં કે પછી ગમે તે ક્ષેત્રમાં માણસ જે હોશિયાર અને આ શાસ્ત્રનો જાણકાર હશે તે તે સામી વ્યક્તિનું મુખ જોતાંની સાથે જ તેની પરીક્ષા કરી લઈ તેની શક્તિઓનું માપ કાઢી શકે છે.
હૃદયના વિચારે મન ઉપર ઊતરે છે અને એનાથી મુખ ઉપરના હાવભાવોને અસર પહોંચે છે. આ અસર તેના જેવા વિચાર હોય છે તેવી જ છાપ મુખ પર આવ્યું છે. આથી જ આપણને કઈ વેળા મનુષ્યના મુખ પર ભયંકરતા તે કઈ વેળા તેના મુખ પર રમણીયતા દેખાય છે.
મુખ, હોઠ, હડપચી, આંખ, નાક, કાન વગેરે મુખ ઉપરના તમામ ભાગો ઉપરથી માણસનું ચારિત્ર્ય, તેનું ભવિષ્ય અને તેની ખાસિયત જણાઈ આવે છે. માનવીનો ચહેરે એક ખુલા દર્પણ જેવો છે, જે એને જાણકાર હોય છે તે તરત જ એ દર્પણની મુખાકૃતિને પિછાની લે છે.
સાઋતિ"ળાનથતિ માણસ તેના ચહેરા ઉપરથી વર્તાય છે એ લોકોક્તિ જ આ શાસ્ત્ર કેટલું પ્રાચીન અને અગત્યનું છે તે પૂરવાર કરે છે. ચહેરે કદી પણ ઢાંકી શકાતો નથી. માણસ બુરખે પહેરીને રસ્તામાં ફરી શકે નહિ. એને તે એનું મુખ ખુલ્લું જ રાખવું પડે છે. જ્યારે હાથ તો ઢાંક્યા પણ રહી શકે. વળી એ રહામે માણસ બતાવે ત્યારે જ જોઈ શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com