________________
કપાળ-લલાટ પ્રદેશ
કપાળનું ત્રિવિધ કાર્ય
મુખલક્ષણપરીક્ષામાં કપાળનું મહત્વ વધુ પ્રમાણમાં ગણવામાં આવ્યું છે. કપાળ પરથી સચોટ ભવિષ્ય ભાખી શકાય છે. તેની રેખાઓ ઉપરથી આયુષ્યની ગણત્રી થઈ શકે છે અને તેના ઉપરથી બુદ્ધિનું માપ પણ નીકળી શકે છે– આમ કપાળ ત્રિવિધ રીતે કાર્ય કરે છે.
ગળાકાર કપાળ
કપાળ અવલોકતાં પહેલાં તેની પહોળાઈ તેનું કદ વગેરે પણ જેવું આવશ્યક છે. જેનું કપાળ સાધારણ રીતે ગળાકાર ગુમ્બજ જેવું હોય તેનામાં વિચાર–શકિત, તુલના-શકિત અને ચારિત્ર્યની ન્યૂનતા હોય છે. આવા કપાળ ધરાવનારની આંખે ઊડી અને વિશાળ ભવાં નીચે છુપાયેલી હોય તે તે ધરાવનાર માયાળુ અને ભલા સ્વભાવવાળો બને છે.
સીધું કપાળ
જે કપાળ સીધું હોય અને વળાંક ન હોય અથવા તે ઉપરના ભાગમાં ગાંઠ હોય તો તે ધરાવનાર ઉત્તમ પ્રકારની શક્તિઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com