________________
અને તેમનું ભવિષ્ય શું છે તે તમે સહેલાઈથી જાણી શકે છે. આવી રીતે ચહેરા–ઉકેલમાં તમને એક પ્રકારનો આનંદ આવશે. અનેક સ્વભાવનાં માણસો તમને મળશે, એમાં કોઈ ચેર હશે, કોઈ મોટો રાજદ્વારી હશે તે કોઈ મોટો વ્યાપારી પણ હશે, એ બધાને તમે માત્ર તેમના ચહેરા ઉપરથી જ વતી કાઢશે.
આ શાસ્ત્રને કેવી રીતે શીખવું ?
મુખલક્ષણશાસ્ત્ર કેવી રીતે શીખવું તે માટે અનેક નિષ્ણતેએ જુદા જુદા મત પ્રદર્શિત કર્યા છે. પરંતુ સૌથી સરળ માર્ગ તે એ છે કે પ્રથમ એક ચહેરાનું બારીક અવલોકન કરવું, ચહેરાના તમામ ભાગો જોઈ જવા અને તે બાદ મુખ પરની રેખાઓ, ચિન્હો, લક્ષણોને કાળજીપૂર્વક નેંધવા.
બીજે કઈ ચહેરે ન મળે તો તમે તમારે પોતાને ચહેરે જુઓ. એ માટે આરસી સમીપ જાઓ. તમને તમારું આબેહૂબ પ્રતિબિંબ એમાં જણાશે. અને પછી તમારો ચહેરે અવલોકવા માંડે.
કહેતી છે કે પ્રથમ તમારી જાતને પિછાને”. મુખલક્ષણશાસ્ત્ર શીખવા માટે પણ આ કહેવત બરાબર લાગુ પડે છે.
જ્યારે તમે તમારા પોતાના ચહેરાને ઓળખી શકશો, તમારી ખામીઓને તમને પરિચય થશે અને તમારા ભાવિની ભિતરમાં તમે જ્યારે ડોકીયું કરી શકશે ત્યારે જ બીજાઓના ચહેરા તમે વાંચી શકશે એ સિવાય નહિ.
મોટી મોટી કંપનીના મેનેજરે, ડીરેકટરે, તથા બીજા મોટા ધંધાદારીઓ હામા માણસની ખાસિયત, તેમનાં લક્ષણો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com