________________
૧૯૯
જ્યારે એકદમ સાંકડા મસ્તકવાળે માનવી બુદ્ધિમાં નરમ અને સારૂં નરસું સમજવામાં તદન બુડથલ હોય છે. મસ્તક માટેની રેમની માન્યતા
પ્રાચીન રેમને વિશાળ મસ્તકવાળા માનવીને ભાગ્યશાળી માનતા હતા. તેમના મત મુજબ ગોળ મસ્તક વધુ પ્રતાપી અને તેજસ્વી મનાતું હતું. રેમની માન્યતા હતી કે જેનું મસ્તક સમપ્રમાણમાં અને જરા અગ્ર ભાગથી ખીલેલું હૈય–તેમજ તે ટેચ પર જતાં સહેજ ઊંચું હોય, તેવા મસ્તકવાળો માનવી મહાપ્રતાપી અને લેકે પર શાસન કરનાર નીવડે છે.
ગ્રીસવાસીઓની માન્યતા
ગ્રીસ દેશના રહેવાસીઓ શરીરનાં બીજા ભાગે કરતાં મસ્તકને વધુ અગત્ય આપે છે. તેમના મત મુજબ મસ્તક આગળથી વધેલું હોય અને પાછળથી તે સાંકડું થઈ જતું હોય તો તેવું મસ્તક ધરાવવારે માનવી સ્વભાવે કડક પરતુ સત્તાધીશ બને અને લોકો પર તે પોતાનું વર્ચસ્વ જમાવે છે. મસ્તક બહુ જ મોટું હોય તો તે આળસુ સ્વભાવ બતાવે છે. માથું બે બાજુથી અણીયાળું થઈ જતું હોય તે તેવું મસ્તક ધરાવનાર માનવી બેઈમાન અને લુચ્ચો નીવડે છે પરંતુ જે મસ્તકના બે છેડા બરાબર જ સરખા પ્રમાણમાં થઈ જતા હોય તો તેવું મસ્તક ધરાવનારે ભાગ્યશાળી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com