________________
૨૦૯ પ્રતિ રસ હોય છે. અને તેઓ જે કાર્ય પરત્વે મન લગાવે છે તેને પાર પાડયા વગર રહેતાં નથી. કેટલીક વખતે તે અંગનું જોખમ ખેડતાં પણ તેઓ અચકાતાં નથી.
જ્યારે વાળ લમણાની પાછળના ભાગમાંથી ઉગતાં જણાય અને તે કપાળ પ્રદેશની તરફ નીચાણમાં હોય તો તેવા વાળ ધરાવનાર સ્ત્રી કે પુરુષ બુદ્ધિશાળી હોય છે. તે દીર્ધાયુષી અને પોતાની મધ્ય અવસ્થામાં ભારે આબાદીભર્યું જીવન વિતાવી શકે છે.
હલકા, નરમ અને સુંદર વાળવાળે બાળક તથા મોટી વયવાળો પુરુષ નબળા મગજવાળો હોય છે. કાળા કે પછી ભુરા વાળ સહનશીલતા અને મકકમ સ્વભાવ પ્રદર્શિત કરે છે.
ચર્ચાળ સ્વભાવ ભુરા કે કાળા વાળવાળા માનવીમાં જોવામાં આવે છે, જ્યારે સહનશીલ કે પછી નિષ્ક્રિય સ્વભાવ ગોરા વાળવાળા માણસોમાં જોવામાં આવે છે.
એક્સવીલ નામના વિદ્વાનને મત છે કે કાળા–ઘેરા વાળવાળા માણસે ગોરા અને સુંદર વાળવાળાઓનાં કરતાં વધુ ધૂની હોય છે.
જે માણસના વાળ વધુ હોય તેનામાં શકિત પણ વધુ હોય. છે. જેના વાળ બહુજ ઘીચ ઉગેલા હોય તે માણસ, પછી તે સ્ત્રી કે પુરુષ હોય તો પણ તે સક્રિય સ્વભાવવાળ બને છે. ટૂંકા વાળ લાગણી અન્ય અને મજબુત મનાવતિનું પ્રદર્શન કરાવે છે. ભ. ૧૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com