________________
૨૧૧
અને ઘુંઘરવાળા હોય અને આગલા ભાગમાં વાળ સરખા પ્રકારે હેય તેમજ તે અતિ કેમળ ન હોય તે પુરુષ પણ રાજા થાય કે પછી રાજાશાહી વૈભવ ભોગવે છે. નિર્ધન માણસનાં માથાના વાળ-બેચાર સાથે ઉગેલા હોય છે અને તે વિષમ અને કોકિલવર્ણનાં હોય છે.
વાળ કઠર, નાના, આગળના ભાગ તરફ ઓછાવત્તા ને ઘણાં બછડ હોય તો તેવા વાળ ધરાવનાર મનુષ્ય નિર્ધન બને છે કે પછી નિર્ધન હોય છે.
શ્રીમન્ત અને નિર્ધનના વાળ
સમુદ્રમુનિ કહે છે કે -શ્રીમંતના મસ્તકનાં વાળ એકએક (છૂટા-છૂટા) ઉગે છે, અને તે ઘણાં નિધુ નરમ અને ઘણું–કાળા નહિ એવા હોય છે. એથી વિપરીત લક્ષણવાળા કેશ નિધન અને કંગાળ માણસના હોય છે.
આપણાં પ્રાચીન ગ્રંથોમાં સ્ત્રીઓના વાળ કેવા હોવા જોઈએ તેનું વર્ણન પણ કરવામાં આવ્યું છે –
જે સ્ત્રીનો ચોટલો માટે અને જાડો હોય તે સ્ત્રી વિધવા થાય. લાંબા કેશવાળી સ્ત્રી વાંઝણું રહે છે અને વિશાળ ચેટલાવાળી દુભાગિણું થાય છે.
જે સ્ત્રીના વાળ કઠેર અને છૂટા-છૂટા વાંકા-ભૂરા રંગવાળા અને લાંબા લુખા એવા હેય તો તે સ્ત્રી દુઃખ, દુર્ભાગ્ય, દરિદ્રતા અને બંધન અપાવે છે. આવી સ્ત્રીને પરણવું નહિ એવી શાસ્ત્રકારોની સ્પષ્ટ આજ્ઞા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com