________________
૧૭૫
અને તેમના ચારિત્ર્યની સરખામણી કરતાં મેં શોધી કાઢયું છે કે તેઓની બુદ્ધિની શક્તિઓ તથા સ્વાભાવિક વલણ અને માથાના કદ અને આકાર સાથે સંબંધ રહેલો માલમ પડયે છે. આ તપાસને અંગે હું જરાપણ ક્ષોભ વગર કહું છું કે મગજના કદ અને આકાર વડે મનુષ્યનાં સ્વાભાવિક લક્ષણો જ નહિ પરંતુ તેનું આખું ચારિત્ર્ય દીવાની જેમ સ્પષ્ટ જોઈ શકાય છે.”
મસ્તક અને મનની શકિત
મસ્તક પરીક્ષામાં મન અગત્યનું સ્થાન પ્રાપ્ત કરે છે. માણસની ઈચ્છા અને વિચાર તેના મગજ ઉપર લખાયલા હોય છે. કારણ ઈચ્છા અને વિચારની શરૂઆત મગજમાંથી જ થાય છે. તે બાદ શરીરના અવયવમાંથી તે પસાર થઈ વિરામ પામે છે. આથી જે જે મનમાં હોય તે તે મગજમાં હોય છે અને મગજમાંથી શરીરના અવયવોમાં ક્રમ મુજબ રહે છે. આવી રીતે એક માણસ પોતાના શરીરના બંધારણમાં પોતાનું જીવન આલેખે છે અને આ પ્રમાણે તેના શરીરનાં બંધારણમાંથી જ ભવિષ્યશાસ્ત્રીઓ તેનું ભવિષ્ય આદિ પાખી કાઢે છે. મગજ અને મન
મગજની મદદ સિવાય કઈ જ્ઞાનની મનની ક્રિયા થઈ શકતી નથી. મગજ દરેક કામમાં મદદ કરે છે. મગજને લઈને જ માનવી ચિંતન કરે છે, ચમત્કારિક કાર્ય કરી શકે છે. મહાભારત કામે કે પછી હુન્નર-કલા કે ઉઘોગનાં કાર્યો પણ તેને જ આભારી છે. ખરી રીતે કહીએ તે મગજ એ વિચાર, ચિકીર્ષા, પ્રત્યક્ષ અને ઉપલબ્ધિ એ માટેનું એક યંત્ર છે. એની દ્વારા જ આ વિષયનાં બધાં કામે થઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com