________________
૧૭૭
આટલું નાનું પરતુ અગત્યનું અવયવ કેવી રીતે કામ કરે છે તે જાણવાને માટે અનેક પ્રયત્ન કરવામાં આવ્યા છે. અનેક વિદ્વાનોએ તેની શક્તિ ઉપર, તેની કાર્ય કરવાની રીત ઉપર તર્કો ચલાવ્યા છે પરંતુ કેઈપણ વિદ્વાન હજુ સુધી ચોક્કસ અનુમાન ઉપર આવી શક્ય નથી. માનવીની ઈચ્છાનું મથક ભેજું છે. એને દરેક હીલચાલને સરદાર પણ કહી શકાય. હાથ પગની એક પણ હીલચાલ મગજના હુકમ વગર થતી નથી. માણસને લકવો થાય છે, એટલે હાથપગ ચાલતા બંધ થઈ જાય છે. તે વખતે મગજની સરદારી આપણે સમજી શકીએ છીએ. જ્યારે મગજ બગડી જાય છે ત્યારે હાથપગ ઉપરને તેને કબજે અને સરદારી બંધ પડે છે. એ જ મુજબ બધું ઈન્દ્રિય જ્ઞાન પણ મગજથી જ થાય છે. આંખ જુવે છે, કાન સાંભળે છે, નાક છે, જીભ ચાખે છે અને ચામડી ચૈતન્ય પ્રસરાવે છે. આ બધી લાગણીની બેઠક મગજમાં જ છે. મગજ બગડી જાય, એની શક્તિઓ નરમ પડે એટલે માણસ ગાંડે બની જાય અથવા તે તે તદન નકામો બની જાય છે.
હવે મગજ કેમ કામ કરે છે તે તપાસીએ. મગજમાં પણ અનેક વિભાગો છે. આ વિભાગ ખાસ ખાસ શક્તિઓ ધરાવે છે. ડહાપણ મગજનાં એક ભાગમાં, તે ખ્યાલ શક્તિ, તર્કશક્તિ તથા યાદશક્તિ તેના બીજા ભાગમાં સમાયેલી હોય છે. મગજની એક બીજી શકિત છે તેને આપણે સ્મરણશક્તિના નામથી ઓળખીએ છીએ. આ સ્મરણશક્તિ પણ ખૂબ જ ચમત્કારિક કામ કરે છે. એ અનેક બનાવે, વાતે, સેંકડો માણસોને, દૂર-દૂરનાં દ્રવ્યેને તથા લખાણ આદિને સલામત રીતે સાચવી રાખે છે, અને માનવીને જ્યારે જરૂર પડે છે ત્યારે તરત જ તે ભ. ૧૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com