________________
જ્ઞાન તેનામાં પ્રકટાવી દે છે. આ જ્ઞાનને સ્મરણ શક્તિને જ્યારે લોપ થઈ જાય છે ત્યારે તેને વિસ્મૃતિ કહેવામાં આવે છે.
મગજમાંના જુદા જુદા જ્ઞાનતંતુઓ આખા શરીર ઉપર ફરી વળેલા હોય છે. આ જ્ઞાનતંતુઓને વીજળીના તારની જેમ મગજનાં મુખ્ય મથકમાંથી નીકળતા સંદેશાઓ પહોંચી જાય છે. એમાં એક ક્ષણનો પણ વિલંબ થતો નથી. મગજ જે વિચાર કરે છે તેને અમલ તરતજ આંખના પલકારામાં શરીરના અવયવો પર થઈ જાય છે, આથી જ વિદ્વાનેએ મગજની શકિતને વિજળીક શક્તિ તરીકે ઓળખી તેને વિદ્યુતવેગી કહ્યું છે.
મસ્તકનાં કદ સાથે બુદ્ધિનો સંબંધ
મનુષ્યને સર્વથી અમૂલ્ય ગુણ જ્ઞાન છે. આ જ્ઞાનને આધાર મગજ ઉપર જ છે, જેવું મગજ તેવું જ્ઞાન. મોટા મગજમાં વધારે જ્ઞાન અને નાના મગજમાં ઓછું જ્ઞાન હોય છે એમ કહીએ તો પણ ચાલે. પરંતુ આ નિયમ સર્વમાન્ય અને અનિતમ નથી. એમાં પણ તફાવત માલમ પડી આવે છે. મસ્તક મેટું હોવા છતાં પણ કઈ વ્યકિતમાં વિશેષ બુદ્ધિ હોય છે એ વાત ન પણ માની શકાય. ઈગ્લેન્ડના સુપ્રસિધ્ધ રાજનીતિજ્ઞ મી. બોનાર લાકાનું મસ્તક બહુ જ નાનું હતું તો પણ તેની બુધ્ધિ બહુ તેજ અને પાણીદાર હતી.
નેપોલિયનનું મસ્તક પ૬૪ મીલીમીટર અને પાવરનું પ૬૩ મીલીમીટર હતું. છતાં પણ તેઓ જોહન્સ મુલર અને રીચાર્ડ વેગ્નર કે જેઓ ૬૦૦ થી પણ વધુ મીલીમીટરવાળું માથું ધરાવતા હતા તેમનાથી પણ વધુ તેજ અને બુદ્ધિશાળી હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com