________________
૧૩૨
તેઓ સંકુચિત મનનાં બને છે અને તેમની લોકકલ્યાણની ભાવના માત્ર જ્ઞાતિ કે અમુક સમુદાય પુરતીજ બને છે.
આ તારીખમાં જન્મેલા સ્વભાવે પરગજુ અને ઉમદા સ્વભાવનાં હોય છે. તેઓ પોતાના પરોપકારી અને દયાવાન સ્વભાવને લઈને લોકોમાં પ્રીતિપાત્ર બને છે. આ લોકે એટલા બધા લાગણીવશ હોય છે કે, કોઈનું દુઃખ તેઓ ખમી શકતાં નથી અને એ જાણે પોતાને જ થયું હોય એમ માની લે છે. સ્વભાવે તેઓ નરમ હોવાથી તેમનાથી કંઈ પણ દુઃખ, શોક કે આઘાત ખમી શકાતું નથી. આ લોક ઉર્મિલ, ભેળા અને નીતિવાન હોય છે. તેઓ વિચાર અને વર્તનમાં આદર્શવાદી અને સાચ્ચા હોય છે. તેમના વિચારે ઉચ્ચ અને જનહિતને લાભદાયી થઈ પડે એવા જ હોય છે.
આ લોકમાં બુદ્ધિ અને ન્યાયત્તિ સારા પ્રમાણમાં હોય છે. સુધારા માટે તેઓ મરી ફીટે છે અને જુનવાણી તત્વોને નાશ કરવા પ્રયત્નો આરંભે છે. તેમના સુધારા પ્રથમ ઘરથી જ શરૂ થાય છે અને તે બાદ દેશવ્યાપી બને છે.
મિત્રાચારીમાં આ તારીખેમાં જન્મેલા ખાસ ધ્યાન ખેંચે એવા હોય છે આ લોકે મિત્રતાને અંત સુધી નિભાવી રાખે છે. અને તેમને સંપૂર્ણ વફાદાર રહે છે. જરૂર પડે ત્યારે કોઈપણ પ્રકારની મદદ આપતાં તેઓ અચકાતાં પણ નથી. તેમની સહનશકિત અજબ હોય છે. તેઓ કોઈના સખ્ત શબ્દો કે કાવત્રાં સહી શકે એવાં હેતાં નથી. અપમાનને તેઓ ભૂલી શકતાં નથી અને વારે ઘડીએ તેને યાદમાં રાખી સામાને તે સંભળાવ્યા કરે છે. તે પણ એટલું તો ચેકકસ છે કે, મિત્રાચારીમાં આ લકે નિર્મળ અને લાભકર્તા જ થઈ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com