________________
૧૭
ધંધામાં આયાત-નિકાશના વ્યાપારમાં કે પછી વહાણવટામાં તેમને સિતારે સદા તેજ જ નીવડે છે.
આ લોકોને સાહિત્ય તરફ પણ રૂચિ હોય છે. એટલે ઘણાં વાર્તાકાર, કવિઓ, સંગીતશાસ્ત્રીઓ પણ બને છે. સ્વાભાવિક રીતે જ આ લેકે અગમ્યવાદ તરફ ઝુકેલા હોય છે એટલે તેમને એમાં શ્રધ્ધા હોય છે એટલું જ નહિ પરંતુ જ્યોતિષ, નસીબ, વગેરેને માને છે પણ ખરા. ઈતિહાસ, તત્વજ્ઞાન અને ગેબી અષ્ટિનું જ્ઞાન એ તેમનાં પ્રિય વિષય છે. આ તારીખોમાં ઘણાં ભવિષ્યવેત્તાઓ પણ જન્મે છે.
જીવન-તંદુરસ્તી અને સુખ
આ તારીખેમાં જન્મેલાઓનાં મુખ ભરાવદાર, નેત્ર સૌમ્ય ને જરા માદકભર્યા હોય છે. તેમની આંખમાં એક પ્રકારનું આકર્ષણ છે અને એને લઈને તેઓ હામાં માનવીને આથી શકે છે. તેમનાં ખભા ગોળ હોય છે. શરીરને બાંધો મજબુત હોતો નથી.
આ લોકોએ ખાસ કરીને પગ અને ઘુંટણ તેમજ તળીયાંઓ સંભાળવા જરૂરી છે. કારણ આજ ભાગમાં તેમને વારંવાર નાની મોટી ઈજાઓ થયા કરે છે.
આ લોકોને દમ, ક્ષય, અપચે, લોહી વિકાર, શરદી, સંધિવા આદિ દરદો થવાનો સંભવ રહે છે. મસ્તક અને પીઠ પણ વારંવાર દુખ્યા કરે છે. આ બધી પીડાઓનું મૂળ કારણ તેમની પાચનશક્તિની ન્યુનતા જ છે. તેમણે સાત્વિક ભોજન, રૂચિકર
ખોરાક લેવો. સ્વચ્છ હવા અને થઈ શકે તેટલેજ શ્રમ વેઠવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com