________________
૧૬૨
યેગ ઉપરથી સ્વભાવ લક્ષણ
યોગ સત્તાવીસ છે. એમાં પણ કેટલાક ખાસ ગુણ રહેલા છે. એની અસર એમાં જન્મનાર ઉપર પડે છે, અને તે નીચે મુજબની હોય છે.
વિકુંભ–આ રોગમાં જેનો જન્મ થયો હોય તે પુત્રવાન, સદા સ્વાધીનમાં રહેનારે, સુખ, સંપત્તિને ભગવનાર તથા મિત્રાદિને મેળવનારે થાય છે.
પ્રીતિ–આ યોગમાં જન્મનાર સદા આનંદમાં તલ્લીન રહેનાર, ઉતમ મિત્રોની સોબત કરનારે, ન્યાય અને નીતિને ચાહનારે તથા સારા વિચારવાળો બને છે. એ પ૫કારી અને પરાક્રમી પણ બને છે.
આયુષ્માન આ યોગમાં જેનો જન્મ થયો હોય તે સાહસવીર, ધર્મપરાયણ, સાચું બોલનાર તથા ઉતમ કુળવાળો બને છે. એનામાં શાતિ તથા દાની ગુણ પણ હેય છે.
ભાગ્ય–આ યોગમાં જન્મનાર મહા અભિમાની, જ્ઞાની, ધનવાન, સાચું બોલનારે, આચાર-વિચાર જાળવનાર તથા વિવેકી બને છે. એ સુગંધિ દ્રવ્યને શોખીન તથા તેને ભેગવનારે પણ બને છે.
શેભન—આ રોગમાં જન્મનારે સત્વગુણ, ચતુર, ઉતમ વિચાર ધરાવનારે, ગૌરવર્ણવાળે તથા શોભા આપનાર બને છે. એ નિર્મળ મનને અને પવિત્ર પણ હોય છે.
અતિગંડ–આ યોગમાં જેને જન્મ થયો હોય તે ધૂર્ત, લાંબા હાથ-પગવાળે, કજીયાખોર તથા સ્વચ્છંદી બને છે. એ પારકાની નિંદા પણ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com