________________
ઉત્તરાષાઢા–આ નક્ષત્રમાં જેને જન્મ થયો હોય તે સત્કમી, વિજયની પ્રાપ્તિ કરનારે, દાની, શુરવીર અને સમજુ બુદ્ધિવાળા બને છે. એનામાં નગરશેઠ થવાનાં બધાં ગુણ હોય છે.
અભિજિત–આ નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય તેનામાં સુંદર સ્વભાવ માલમ પડે છે. એ પ્રભુ ભજનમાં આસ્થા ધરાવે છે તથા ધાર્મિકવૃત્તિવાળા કામ કરે છે.
શ્રવણ–આ નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય તેનામાં સ્વભાવ મેળ સારા પ્રમાણમાં હોય છે. એ ધનિક તથા શાસ્ત્રવેતા બને છે.
ધનિષ્ઠા–આ નક્ષત્રમાં જેનો જન્મ થયેલ હોય તેનામાં શીલ, નમ્રતા, દયાવિનય આદિ ગુણ સારા પ્રમાણમાં હોય છે. એ કીર્તિ મેળવનારે પણ બને છે.
- શતભિષા–આ નક્ષત્રમાં જેને જન્મ થયો હોય તે સાહસિક બુદ્ધિવાળો, સાચું બોલનારે, સુશીલ, રસિકતથા ચાલાક બને છે.
પૂર્વા ભાદ્રપદા–આ નક્ષત્રમાં જેને જન્મ થયો હોય તે વિજયી, શત્રુને દમનાર, ઈન્દ્રિય પર કાબુ મેળવનાર તથા સંયમી બને છે.
ઉત્તરા ભાદ્રપદા–આ નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય તે કુળવાન, આકર્ષક, સુકર્મી તથા કાતિવાળા હોય છે. એ વાણીમાં મીડે અને વિવેકી હોય છે.
રેવતી–આ નક્ષત્રમાં જેને જન્મ થયો હોય તેનામાં કેટલાક સગુણે ખાસ તરી આવે છે. એ સાચું બોલનારે વિનયી, સજજનશીલ સ્વભાવવાળે તથા માન–આબરૂ મેળવનારે બને છે. એ રૂપાળે અને સર્વાગી હોય છે. ભ. ૧૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com