________________
૧૫૮
કાળા ભમ્મર હોય છે. મુખ પર સદા હાસ્ય ફરકતું રહે છે. કળા-કૌશલ્યમાં એ ચતુર હોય છે.
શનિવાર–આ દિવસે જેને જન્મ થયેલ હોય તે શરીરે દુબળા દેહવાળા થાય છે. તેનામાં તમે ગુણની અસર ખાસ પ્રમાણમાં રહે છે. વૃદ્ધાવસ્થા એને ઝડપથી આવે છે. એ બીહામણ, ક્રોધી, મેલા મનને તથા બળીયેલ બને છે.
નક્ષત્ર ઉપરથી સ્વભાવ લક્ષણ
નક્ષત્ર ૨૮ છે. જતિષની દ્રષ્ટિએ દરેક નક્ષત્રમાં કંઇને કંઈ ખાસ ગુણ રહેલા છે. જેને જે નક્ષત્રમાં જન્મ થાય છે તેનામાં એ નક્ષત્રનાં ગુણની અસર વધતા ઓછા પ્રમાણમાં જરૂર છૂપાયેલી હોય છે.
અશ્વિની–આ નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય તેનામાં સત્વગુણ મુખ્યપણે રહેલો છે. એ વિનયી, સંપતિશાળી, ધનિક અને વૈભવવિલાસ ભેગવનાર બને છે.
ભરણું–આ નક્ષત્રમાં જેને જન્મ થયો હોય તે માણસ ધૂર્ત બુદ્ધિવાળે, રમત-ગમત શોખીન, નિરોગી, અપવાદી તથા કીતિને કલંક લાગે તેવા કામ કરનારે થાય છે.
કૃત્તિકા–આ નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય તે માણસમાં અનેકવાર ખાટાં લક્ષણે હોય છે. એ અસત્યપ્રિય, ભટકનારે, પરસ્ત્રી લંપટ તથા અસ્થિર મને દશાવાળ બને છે.
રહિણી આ નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય તે ધાર્મિક બુધિવાળે, સર્વ વિદ્યા સંપન્ન તથા બોલવા ચાલવામાં ચતુર અને મિતભાષી બને છે. એ પવિત્ર અને સાચ્ચા બોલો પણ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com