________________
૧૩૪
લોકસભામાં, મેળાવડાઓમાં અને જાહેર સમારંભમાં આ લોકો સારે ભાગ લે છે. નાટક-સિનેમા અને મિજલસાને તેઓ ચહાય છે. લોકસમૂહમાં આનંદથી ભળે છે છતાં પણ તેમને હૃદયમાં લાગ્યા કરે છે કે તેઓ એકલા-અટૂલાં છે. કોઈ તેમને પૂછતું જ નથી.
લોકેને નમાવવા માટે, તેમને વશ કરવા માટેનું એક અમેઘ શસ્ત્ર તેમની પાસે છે. અને તે શસ્ત્ર છે–આંખ. તેમની આંખમાં આકર્ષણ છે અને આ આકર્ષણને લઈને જ તેઓ ભલભલાંને પિતાને વશ બનાવી શકે છે તેમની પાસેથી ધાર્યું કામ કરાવી શકે છે.
આ તારીખમાં જન્મેલા બાળકને નિયમિતતાની ટેવ પાડવી. તેમની પાસેથી ઠરાવેલા સમયે જ કામ કરાવવાં. ધાક ધમકી તેમને બતાવવી નહિ. તેમ કરવાથી તેમની બુદ્ધિને વિકાસ ન થશે અને તેઓ નરમ બનવાને બદલે લાંઠ બની જશે. બાળકને ખુલ્લી હવા આપવી જરૂરની છે.
લગ્ન
આ તારીખમાં જન્મેલાઓએ પોતાનાં લગ્ન તા. ૨૧ મી મે થી તા. ૨૦ મી જુન, (મિથુન રાશિ) તા. ૨૨ મી જુલાઈથી તે તા. ૨૧ મી ઑગસ્ટ (સિંહ રાશિ) અને તા. ૨૨ મી સપ્ટેમ્બરથી તે તા. ૨૨ મી અકર્ટોબર (તુલા રાશિ) સુધીમાં જન્મેલાઓ સાથે કરવા જોઈએ.
આ તારીખમાં જન્મેલા લગ્ન કરતાં મિત્રાચારીનો સંબંધ વધુ રાખતાં જણાય છે. લગ્ન તેમને મન માત્ર લગ્ન જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com