________________
૧૩૬ વિજ્ઞાનવાદ તરફ વિશેષ પ્રમાણમાં વળેલી હોવાથી મોટા વૈજ્ઞાનિકે પણ આ તારીખેમાં જ માલમ પડી આવે છે. ગેલીલીઓ, ન્યુટન, ડારવીન આદિ વૈજ્ઞાનિકે પણ આજ તારીખમાં જન્મ્યા હતા.
આ લોકોની બુદ્ધિમાં નવિનતા હોવાથી તેમજ તેમને સ્વભાવ સુંદર અને સરળ હેવાથી તેઓને ફિલ્મ-નાટકમાં પણ સારે ચાન્સ મળી શકે છે. આવા કામમાં તેમની બુદ્ધિ સ્વતંત્ર સર્જન કરે છે અને લોકોમાં તે વખણાય છે પણ ખરાં.
તેમને ન
હા હેય છે
જે કામમાં તેમને સ્વતંત્રતા હોય છે, જેમાં જવાબદારીનું તત્વ હોય છે તે કામમાં તેઓ સારી સફળતા મેળવે છે. ગુલામીને–આધીનતાને તેઓ ધિક્કારે છે કેાઈના તાબેદાર બનીને કામ કરવામાં તેમનો વિકાસ રૂંધાય છે અને એને લઈને તેમને નિષ્ફળતા જ મળે છે. જે ધંધામાં મન અને બુદ્ધિને સંગ થયેલો હોય છે તે કામમાં તેઓ સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરે છે.
આ લોક સંગીતશાસ્ત્રી, મંત્રી, હુન્નરી, ભાષા-જ્ઞાની, ઇલેકટ્રીક ધંધાદારી, રેલ્વે નેકરીયાત તેમજ એજીનીયર તરીકે સારા ઝળકી ઊઠે છે.
વ્યાપારીઓ અને ધંધાદારી તરીકે પણ તેમને સારી સફળતા મળે છે. તે પણ જે ધંધાદારી કુનેહ તેમજ ગુપ્તતા હોવી જોઈએ તેને તેમનામાં અભાવ હોવાથી તેઓ કેટલીકવાર નિષ્ફળ જાય છે અથવા તો તેમને મોટી ખોટ સહેવી પડે છે.
જીવન તન્દુરસ્તી અને સુખ
આ તારીખમાં જન્મેલાઓ આરોગ્યની દ્રષ્ટિએ સુખી હોય છે. તેઓ ઉંચા, સુંદર, પ્રતાપી અને નિર્મળ હોય છે. તેમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com