________________
૩૯
આ તારીખેમાં જન્મનારા બાળકે મહત્વાકાંક્ષી હોય છે પરંતુ તેમની એ મહત્વકાંક્ષા માત્ર માનસિક જ હોય છે. એમને આગળ વધારવામાં આવે તો તેઓની બુદ્ધિ ખીલી ઊઠે છે અને તેઓ એક સારા હાજરજવાબી તેમજ ભાષણકર્તા પણ થાય છે.
આ રાશિની અસર નીચે જન્મનારાઓ ધર્મની માન્યતામાં મકકમ હોય છે. પરંતુ તેમની એ માન્યતા માત્ર એક ધર્મને માટે જ હોતી નથી. બધા ધર્મો પ્રત્યે તેઓ સદ્દભાવ ધરાવે છે.
બીજી બધી તારીખે કરતાં આ તારીખેમાં જન્મેલાં લેકે, જેવા પ્રેમાળ, ઉદાર, નિઃસ્વાથી હોય છે તેવા બીજા કોઈ પણ હોતાં નથી.
આ તારીખેવાળાઓ વાદવિવાદમાં કે ચર્ચામાં અતિ તીવ્ર બુધિધનાં હોય છે. હામાના વિચારોનું તેઓ તરત જ ખંડન કરી નાંખે છે. પ્રકનનાં ઉત્તરમાં તેઓ એવા સવાલો રજુ કરે છે કે જે સાંભળતાં જ વાદવિવાદ કરનારે ઠંડે પડી જાય છે અને વધુ ચર્ચા કરવાનું માંડી વાળે છે. લોકોની નબળી બાજુ જોવામાં તથા તેમની ખામીઓ શોધી કાઢવામાં આ લોકો એક્કા હોય છે. આ તારીખવાળાઓ ચળવળમાં અને રાજકિય-ધમાલમાં પણ સારે ભાગ ભજવી શકે છે.
મિત્રાચારીમાં આ લોકે પ્રતિ શંકાની દૃષ્ટિથી જોવામાં આવે છે પરંતુ તેમ નથી. તેઓ પ્રમાણિક અને દ્રઢ હોય છે. ઉપરાંત તેઓ અમુક ધ્યેયવાળા પણ હોય છે. મિત્રાચારીને ઠેઠ સુધી નિભાવી રાખે છે.
કેટલીક વખતે આ તારીખની અસર નીચે જન્મનારાઓ વાતડીયાં અને ગપ્પીદાસ પણ માલમ પડયા છે. આવા લોકે પોતાની વાણી ઉપર કાબુ રાખે અને ખપપૂરતું જ બોલે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com