________________
૧૦૨ જીવન તંદુરસ્તી અને સુખ
આ તારીખમાં જન્મેલાઓનો વર્ણ શ્યામ રંગને હેય છે. શરીરે તેઓ મજબુત અને સાધારણ રીતે તન્દુરસ્ત રહે છે. -તેમનું મુખ પહોળું અને સહેજ ચોરસ હોય છે.
આ લોકમાં સંપૂર્ણ તંદુરસ્તીનો અભાવ હોય છે. તેઓ મુખ્યત્વે શરીરની ગુહ્ય ઈન્દ્રિયોની પીડાથી પીડાય છે, અને આ ભાગમાં તેમને અવારનવાર કંઇને કંઇ દર્દ થયા કરે છે. કયારેક આ લકે હદયની માંદગીથી પણ હેરાન થાય છે.
સાદું અને નીતિવાળું જીવન તેમને માટે અતિ અગત્યનું છે. વાસનાઓથી તેઓ પર રહે અને સંયમી જીવન જીવે તે તેમની તંદુરસ્તીને જરાય આંચ આવે એમ નથી.
દ્રવ્યની બાબતમાં આ લોકોની સ્થિતિ સંતોષકારક હોતી નથી. તેઓને અવારનવાર આર્થિક અગવડમાં ઉતરવું પડે છે અને કયારેક તો એવી મુંઝવણ આવી પડે છે કે જેમાંથી નીકળતાં તેમને નવ નેજાં થાય છે. તેમની આ અગવડે તેમની પોતાની જ ઉત્પતિ છે. હાથે કરીને તેઓ આ અડચણેને આમંત્રે છે. આ લોકમાંના કેટલાકને વૈભવ-વિલાસ ગમતું નથી અને તેઓ સાદું નૈતિક જીવન ગુજારે છે; જયારે બીજા પુરબહારથી વિલાસી જીવન ગાળી પિતાની જાતને પાયમાલ બનાવે છે.
આવા લોકોને જ્યારે આર્થિક સંકડામણ ઊભી થાય છે ત્યારે તેઓ બીજાઓને બોજારૂપ થઈ પડે છે અને તેમને ત્યાં જ પડ્યા પાથર્યા રહે છે. આવી રીતે પારકું ખાવામાં તેમને આનંદ આવે છે. કામથી તેઓ દૂર નાસે છે અને તેને ઓછા પણ તેઓ પોતાનાં દેહ પર પડવા દેતાં નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com