________________
જક્કી વલણ માટે ઘણાં પ્રસિદ્ધ બનેલાં છે. ઉપરાંત આ લેકે વિશ્વાસ અને માલીકને વફાદાર પણ હોય છે. માલીકનાં લાભ અને ગેરલાભો શામાં સમાયેલા છે તે તેઓ સારી રીતે જાણે છે. તેઓ ભાગ્યેજ ટંટ કે ફરિયાદ કરે છે. પોતાનાં કામમાં જ રચ્યા રહેવાનું તેમને પસંદ છે. સોપેલું કાર્ય પછી ભલેને મુશ્કેલ હોય તો પણ તેઓ તે પાર પાડે છે જ
પૈસાની લેવડદેવડ અને વ્યહવારમાં આ રાશિવાળાઓ સખ્ત પ્રમાણિક અને નિયમીત હોય છે, પરંતુ વિચારશકિત ટૂંકી હોવાને લઈને તેઓ કેટલીક વાર માટી નુકશાનીમાં પણ ઊતરી જાય છે. આમ છતાં પણ પૈસાની થાપણ મૂકવા માટે, વ્યહવાર બાંધવા માટે આ લોકે અતિ વિશ્વાસુ અને ખાત્રીવાળા હોય છે. કેઈનું દેવું ડૂબે તેવી તેમની જરાય ઈચ્છા હતી નથી. તેમની છેલ્લી પાઈ સુધી પણ તેઓ કરજ ચૂકવે છે.
તેઓ મોટાં પેટનાં હોવાથી ગુપ્ત વાતને પેટમાં રાખી શકે છે. તેમને વારસો મળવાને પણ સંભવ હોય છે. પૈસાનો તેઓ સંચય કરે છે અને તેને નકામે વ્યય કરતાં નથી.
આ તારીખેમાં જન્મેલી સ્ત્રીઓ સુંદર, બુદ્ધિશાળી, સમજુ અને પૈસાની કાળજવાળી ને ઉત્તમ ગૃહવ્યવસ્થા કરનારી હોય છે. આ સ્ત્રીઓમાં ઘણીવાર એ અવગુણો નજરે પડે છે. સ્વાર્થવૃત્તિ અને અવિશ્વાસ. એને લઇને તેઓ હદબહારનું બોલે છે અને કયારેક એમાં પોતાનું જ અહિત કરી બેસે છે.
સર્વ રીતે જોતાં આ તારીખવાળાઓ પ્રમાણિક અને ઉમદા દીલનાં હેય છે. આ લેકે પોતાની જાતે જ આગળ વધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com