________________
૧૧૨ સુધીમાં જન્મેલાઓ સાથે કરવા જોઈએ. આ તારીખેમાં જન્મલાઓની સાથે તેઓ લગ્ન કરે તો તેમનું લગ્નજીવન સુખી અને યશસ્વી નીવડે છે.
કૌટુમ્બિક સુખ
આ તારીખમાં જન્મેલાઓનું કૌટુમ્બિક સુખ સારા પ્રકારનું હોય છે. જેમ જેમ કુટુમ્બ સંખ્યા વધતી જાય છે તેમ તેમ આ લોકોને જવાબદારી વધે છે. અને એનું પાલન કરવામાં તેઓ ચુસ્ત બને છે. કૌટુમ્બિક ઝઘડા તેમને પસંદ નથી. સુખ અને સંપ જ તેઓ ઝંખે છે અને આ મેળવવાને માટે તે કેટલીક વાર પોતાની મહેનતે તેમજ ધનને પણ ભાગ આપે છે.
ધંધો
આ તારીખેમાં જન્મેલાઓને કોઈપણ ધંધામાં સારી સફળતા મળી શકે છે. તેઓ પિતે એકજ ધંધાને વળગીને બેસી રહેતાં નથી પરંતુ સત્તર ધંધામાં પોતાનું ચિત્રત લગાવે છે અને એમાં ફતેહ પણ મેળવે છે. આથી જ આ લોકોને અમુક એક ધંધામાં નાંખવા નહિ. પરંતુ તેમની ઈચ્છા હોય તે લાઇન તેમને જાતે જ પસંદ કરી લેવા દેવી.
સ્વાભાવિક રીતે આ લેકની વૃતિ ધાર્મિક કામો પ્રત્યે વિશેષ હોય છે. એટલે તેઓ સારા ઉપદેશકે, વ્યાખ્યાનકર્તાઓ. તેમજ ગુરૂઓ થઈ શકે છે. એ પછી બીજી ફતેહભરી લાઈન કાયદાને લગતી છે. વકીલ–એરીસ્ટર તરીકે તેઓ સારા ઝળકી ઊડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com