________________
૧૧૧
આવ્યા છે અને માન અને કીતિને માટે જ કામ કરતાં હોય એમ લાગે છે.
આ લકે કદી પણ વૃધ્ધ થતાં નથી. દેખાવમાં તેમના ચહેરા ઉપર સદા આનંદી વાતાવરણ જ હોય છે. બોલવાચાલવામાં તેઓ રંગીલા હોય છે અને દુ:ખ કે શોકને ધ્યાનમાં પણ લેતાં નથી.
ક્યારેક આ લોકે નજીવી બાબતને રજની ગજ બનાવી દે છે, અને તેને માટે ધુવાપુવાં થઈ જાય છે. આ તેમની એક મોટામાં મોટી ખેડ છે. તેમણે ક્રોધને છત જોઈએ અને બોલવામાં કાબુ પણ રાખવો જોઈએ. જો કે બધાંજ આવો અવગુણ ધરાવતાં નથી તેપણ ક્રોધ અને વાણીને વશ રાખેલા કામના છે. શત્રુરૂપે આ લોકો ઉદાર છે એમ આગળ જણાવ્યું છે તે પણ તેઓ પોતાનાં અપમાનને ભૂલતાં નથી અને વખત આવે તે બાબતનો ટાણે પણ લગાવી દે છે.
બીજાઓની ભૂલોને ક્ષમા બક્ષવાને સુસ્વભાવ તેમણે કેળવો જરૂરી છે. જે તેઓ તેમ ન કરે તો તેમને અભ્યદય થતો નથી. વિશાળ મન રાખવાથી અધિકારી તરીકે, હાથ નીચેનાં માણસોને તેઓ ઘણીવાર ભારે ત્રાસ ઉપજાવનારા પણ થઈ પડે છે,
લગ્ન
આ રાશિની તારીખમાં જન્મેલાઓએ પોતાનાં લગ્ન તા. ૨૧ મી માર્ચથી તે તા. ૨૦ મી એપ્રિલ (મેષ રાશિ) અને તા. ૨૨ મી જુલાઈથી તે તા. ૨૧ મી ઓગસ્ટ (સિંહ રાશિ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com