________________
૧૦૯
ભલા સ્વભાવનો કયારેક ગેરલાભ પણ લેવાય છે. ઉપકારનાં બદલામાં તેમને અપકાર પણ મળે છે જ્યારે આવા બનાવે વારંવાર બને છે ત્યારે તેઓ મદદ ન કરવાનો નિશ્ચય ઉપર આવે છે.
તેઓ વાસનાને કાબુમાં રાખી નૈતિક જીવન જીવી શકે છે. સંયમી, એકમાગ અને મિતાહારી હોવાથી તેમનું આરોગ્ય પણ સારું રહે છે. સંસારને ચાહનારા અને સુખી કૌટુમ્બિક જીવન વિતાવવાનું તેઓ વધુ પસંદ કરે છે.
આગળ જણાવ્યું તેમ આ લોકેટ ઝડપી નિર્ણય કરનારા હોય છે. તેમનાં મગજ અતિ વેગથી દોડે છે અને એમાં ક્યારેક તેઓ ભૂલ પણ કરી નાંખે છે. આવી રીતે થયેલી ભૂલને સ્વીકાર કરવાનું પણ તેઓ ચૂકતા નથી. ભૂલ સ્વીકારવામાં તેઓ ગૌરવ લે છે.
બાહ્ય રૂપરંગમાં આ લેકે આકર્ષક હોય છે. તેમનાં નેત્રમાં તેજ હોય છે અને તેને લઈને તેઓ હામાં માનવી ઉપર ધારી અસર જમાવી જાય છે. સ્વભાવનાં આનંદી, નિર્ભય અને સાહસિક હોય છે. પોતાનું કર્તવ્ય કરવામાં તેઓ કેઈથી ગાંજ્યા જતા નથી. આ તારીખેમાં જન્મેલા ડાબલા મનુષ્ય ઊંચા અને પાતળા હોય છે, અને તેઓ ઘણું કરીને શાંત અને તીવ્ર બુદ્ધિનાં હોય છે. જેમની વૃત્તિ ચંચળ હોય છે તેઓ વધારે તાકાતવાન અને લઠ્ઠ હેય છે.
આ તારીખમાં જન્મેલી સ્ત્રીઓ સ્વભાવે સુંદર અને કહ્યાગરી હેાય છે. તેઓ પોતાના ઘરની વ્યવસ્થા ઉતમ પ્રકારે રાખી શકે છે. પત્ની તરીકે, માતા તરીકે તેઓ બહુ ઉતમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com