________________
વર્તે છે. નવરાં બેસવાનું તેમને પસંદ નથી. કામમાં જ તેઓ રચ્યા રહે છે. કામમાં તેઓ બારીક બુદ્ધિ વાપરનારા અને આદિથી અન્ત સુધી તેને તપાસનારા હોય છે.
આ લોકોનું હૃદય સાગર જેટલું વિશાળ હોય છે. તેમના પેટમાં અનેકની વાતે ગુપ્ત રીતે સચવાઈ પડી રહે છે. તોપણ તેઓ ગુપ્ત રીતે કાર્ય કરનારા દેતા નથી. તેઓ જે કંઈ કામ કરે છે તે પ્રકટ જ કરે છે. માણસને સાચું કહી દેવાનું તેમને ગમે છે. તેઓ સ્વભાવે ખુલ્લા, પ્રમાણિક અને શુદ્ધ મનના હોવાથી તેમને મિત્રો પણ સારા પ્રમાણમાં મળી રહે છે. સત્ય અને ન્યાયને તેઓ ચકાય છે.
તેઓ પ્રમાણિક અને દ્રઢ મનનાં હોવાથી બીજના ઉપર તેમને પ્રતાપ પડે છે. તેમના વાતાવરણમાં જ કેઈ એવું સામર્થ્ય રહેલું હોય છે કે જેઓ તેમની મર્યાદામાં આવે છે તે સર્વ તેમના તેજથી દબાય છે. તેમનું કહેવું સામામાણસને ખરૂં ન લાગતું હોય તો પણ તેમના શબ્દોમાં એવું સામર્થ્ય રહેલું હોય છે કે તે સાંભળનારના હૃદયમાં ચોંટી જાય છે.
આ લોકે દુશ્મન તરીકે પણ ઉદાર અને ન્યાયી હોય છે. તેમનું હદય નરમ અને પ્રેમાળ હેવાથી તેનું મન ઘાતકીહિંસાત્મક પગલાં લેતાં અચકાય છે. તેઓ ઉતાવળથી બીએને જે કંઈ નુકશાન કરી બેસે છે તે માટે પાછળથી તેમને પસ્તાવો થાય છે અને ફરીથી એવું ન કરવાનો તેઓ નિશ્ચય કરે છે.
સામાનું દુઃખ જોઈને તેઓ પણ દુઃખી બની જાય છે. તેને મદદ કરવાની તેમનામાં ધગશ ઉત્પન્ન થાય છે અને જ્યારે તેને મદદ કરે છે ત્યારે જ તેઓ ઝંપે છે. તેમના આવા ઉદાર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com