________________
એક તત્વવાળી રાશિઓ .. ... ... મેષ અને સિંહ
સૂર્ય ધન રાશિમાં તા. ૨૨ મી નવેમ્બરે આવે છે અને તા. ૨૦ મી ડીસેમ્બરે વિદાય થઈ જાય છે.
સ્વભાવ–ગુણ અને કાર્યશકિત
આ તારીખેમાં જન્મેલા નરમ પ્રકૃતિનાં હોવા છતાં પણ સ્વભાવે બહાદુર, હિંમતવાન, મક્કમ અને ગણત્રીબાજ હોય છે. તેઓ દરેક ક્ષેત્રમાં આગળ થવાની ઈચ્છા સેવે છે. ઊંચામાં ઊંચું સ્થાન તેઓ મેળવે એવી તેમની મહત્વાકાંક્ષા હોય છે. આ સ્વભાવને લઈને તેઓ દરેક બાબતમાં માથું મારે છે અને ઘણાં કામમાં ધારી સફળતા પ્રાપ્ત કરે છે. તેઓ ચતુર અને ઝડપી હોય છે. જ્યારે તેઓ એક કામ કરવાનો નિર્ણય કરે છે. ત્યારે તે પાર પાડયા વગર રહેતાં નથી. પરંતુ આમ કરતાં તેઓ કેટલીક વખત પોતાનું કામ બગાડી નાંખે છે અને નાનુંમોટું નુકશાન વહોરી લે છે.
આ લોક ગણત્રીબાજ અને કયું નિશાન કયાં પડશે તેની સચોટતા જાણનારા છે, અને તેથી તેમનામાં ભવિષ્ય જાણવાનું સામર્થ્ય પણ છુપાયેલું છે એવું બીજાને ભાન થાય છે. તેઓ પોતાની જ બુદ્ધિથી જ્યારે કામ કરે છે ત્યારે તેમાં ભાગ્યે જ નિરાશા મેળવે છે. પરંતુ જ્યારે બીજાનાં દેરવ્યા દોરાય છે ત્યારે તેમને કેટલીકવાર છક્કડ ખાવી પડે છે.
આ લોકે કામગરા અને પારકી પંચાતમાં ઉતરતા જ નથી. પોતાનું કામ ભલું અને પોતે ભલા એ રીતે જ તેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com