________________
૫૪
વાચનથી, વાર્તાલાપથી કે પદાર્થોથી સદાય સાવચેત રહી તેને ત્યાગ કર. માબાપોએ પિતાની કુમળી વયની પુત્રીની ખાસ સંભાળ લેવી અને તેમને કુસંગતથી દૂર રાખવી.
આ તારીખેમાં જન્મેલાઓને પાણીને ભય પણ છે. તેમને પાણીનાં અકસ્માત નડે. બે, તેનાથી હેરાન પણ થાય. એટલે બની શકે ત્યાં સુધી પાણીથી સાવચેત રહેવું વધુ સારું છે. આ સિવાય બીજાં અકસ્માતે તેમને નથી.
આ લોકોની આર્થિક સ્થિતિ સંતોષકારક રહેશે. તેઓ. પિતાનાં કુટુમ્બનું પોષણ કરવા જેટલું તે મેળવશેજ. ઉપરાંત કરકસર કરી થોડીક સંપત્તિ પણ મૂકી જશે. સ્વભાવે ખંતીલા હોવાથી તેઓ એકજ ધંધાને વળગી રહેશે અને એમાં પિતાની જાત–મહેનત ખચી તેમાં જ પોતાના જીવનને ઉત્કર્ષ સાધશે.
સ્વમાનશીલ તેમજ પ્રમાણિક હોવાથી તેઓ પ્રમાણિક માર્ગો દ્વારા જ પિતાની આજીવિકા મેળવશે. અને એને લઇને કુદરતી રીતે જ કમાણી ઓછી હોય એ સ્વાભાવિક છે. તેઓ જે કંઈ બચાવશે તેની પાઈએ પાઈ તેમની કરકસરવૃત્તિને જ આભારી હશે. .
આ લોકોએ પોતાના શરીરની જાળવણી માટે પથ્ય પાળવું, સાદો ખોરાક લે તેમજ ચાલું નિયમિત કસરત પણ કરવી જરૂરની છે. મનની ચિતાને દૂર કરી સદા પ્રફુલ્લ રહેવું, બીકણપણને ત્યાગ કરે, થાક અને રખડપટ્ટી કરાવે એવા ધંધા ત્યજી દેવા, આળસ, સ્વાર્થ, ઈર્ષ્યાને ત્યજવી, આ તેમના સુખી જીવનનાં સરળ ઉપાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com