________________
૮૦
મેળવવાનું તેમનામાં અત્યન્ત ચમત્કારિક બળ છે. આવી અસાધારણ શક્તિ હોવાથી જે તેઓ ધાર્મિકવૃત્તિવાળા અને ભગવદ્ભક્ત થાય તો કોઈપણ શ્રેષ્ઠ સિદ્ધિ નથી કે જેને તેઓ મેળવી ન શકે.
તેમને સ્વભાવ ટીકાખેર, બડખાંપણ શોધનારે અને મશ્કરે છે. આ સ્વભાવને લઈને કેટલીક વખતે તેમનું લગ્ન જીવન મુશ્કેલીમાં પણ મૂકાઈ જાય છે. તેમનો આ સ્વભાવ તેમને ચોગ્ય પત્નિ કે પતિ મેળવી આપવામાં સહાયભૂત થતું નથી. અને એને લઈને તેમનું લગ્નજીવન પણ નિષ્ફળ જવાને ભય ઊભું થાય છે. આ લોકોની લાગણીઓ અતિ પ્રબળ અને વિચારે ઘણાં મજબુત હોય છે. જરા જેટલી વાત તેમના હૃદયમાં મોટો ડંખ લગાવી દે છે. તેઓ ન્યાયપ્રિય, વિનયવાન અને નમ્ર હોય છે. પોતાના આ સ્વભાવને તે વખતે વખત ખ્યાલ પણ આપે છે. મિત્રાચારીમાં તેઓ વાદાર અને ભલા હોય છે.
તેમને બીજો એક ગુણ પણ નોંધવા જેવો છે. આ લોકમાં નકલીયાવૃતિ સારા પ્રમાણમાં હોવાથી તેઓ સારાં નટ અને નટી પણ થઈ શકે છે. ઉદાર અને માયાળુ સ્વભાવથી તેમને અનેક પ્રકારનાં મિત્રો મળે છે. એમાંના કેટલાક તેમને ખરાબ માગે પણ લઈ જાય છે. તેમાંથી જે તેઓ પાછાં ન વળે તો જરૂર તેમનું જીવન નિષ્ફળ નિવડે છે અને તેમની કાર્યદિશા પલટાઈ જાય છે. એટલે તેમણે મિત્રોની પસંદગીમાં ખાસ સાવચેતી રાખવી જરૂરની છે.
આ લોકે મોટાં કામો કરવામાં અતિ બહાદુરી બતાવે છે પરંતુ પોતાનાં બાળકે ઉપર, કુટુંબીજનો ઉપર કે મિત્રો ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com